Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરાની નંદ હરી સોસાયટીમાં દિવસે બંધ મકાનમાંથી રૂ.75 હજારની ચોરી

0 241

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરાની નંદ હરી સોસાયટીમાં ધોળા દિવસે રવિવારે બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં મકાનમાં બનાવેલ ઓફિસમાં તાળું તોડી અંદર પ્રવેશી તિજોરીમાંથી રોકડ 75 હજાર તેમજ સીસી કેમેરામાં કેદ થતાં ડિવીઆર લઇ ફરાર થઇ ગયા હતા.આ અંગે પોલીસ મથકે વધુ તપાસ હાથ ધરી છે.ધાનેરા શહેરમાં આવેલ નંદ હરી સોસાયટીમાં કેટરસનું કામ કરતા એક માલિકના બંધ મકાનમાં રવિવારે ચોરી થઈછે. કેટરસનાં માલિક અને શ્રમિકો કામ પર ગયા હતા. એ જ સમયનો લાભ લઇ કેટલાક તસ્કરો મકાનમાં બનાવેલ ઓફિસમાં મુખ્ય તાળું તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરી હતી. શ્રમિકોના જણાવ્યા અનુસાર તિજોરીમાં રોકડ 75 હજાર પડ્યા હતા. જેની ચોરી તસ્કરો કરી ગયા છે. આ સિવાય સીસી કેમેરામાં કેદ થતાં વિડિયોનું ડિવીઆર પણ તસ્કરો લઈ ફરાર થઇ ગયા છે. જાણે અગાઉથી રેકી કરી અને કોઈ મોટી ગેંગ સાથે સંકળાયેલા તસ્કરો સરળતાપૂર્વક દિવસ દરમિયાન ચોરી કરી રહ્યા છે.

Leave A Reply

Your email address will not be published.