Publisher Theme
I’m a gamer, always have been.

બનાસકાંઠાના ખીમત ગામમાં પોલીસનો દરોડો, ખેતરમાં બનાવેલી ઓરડીમાંથી ઈંગ્લીશ દારૂની 532 બોટલો મળી આવી

0 449

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

બનાસકાંઠા એલસીબી પોલીસે ખીમત ગામની સીમમાં પ્રેરણા ઘરની બાજુમાં રોડ ઉપર બનાવેલ પાણી નિકાલના નાળા પર ખેતરની વાડમાં ગેરકાયદેસર દારૂની બોટલો રાખતા પોલીસે રેડ દરમિયાન ઝડપી પાડી છે. જોકે પોલીસે કુલ 532 જેટલી બોટલો કબજે કરી આરોપી વિરુદ્ધ પાંથાવાડા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ થાય તે અંગે કડકઅમલવારી કરવા સુચના મુજબ એલ.સી.બી.સ્ટાફ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખીંમત ગામે આવતા બાતમી હકીકત મળેલ કે કમલેશસિંહ કીતુભા સોલંકી રહે.ખીમત ગામની સીમ ધાનેરા વાળો પોતાના કબજા ભોગવટાના ખેતરમાં બનાવેલ રહેણાંક ઘરની બાજુમાં રોડ ઉપર બનાવેલ પાણી નીકળવાના નાળામાં તેમજ ખેતરની વાડમાં ગેરકાયદેસર દારૂની બોટલો તેમજ બિયર ટીન રાખી વેચાણ કરે છે. જે હકીકત આધારે રેઇડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ તેમજ બિયર ટીન મળી કુલ 532 બોટલો જેની કિંમત 61080 રૂપિયા નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરૂધ્ધમાં પાંથાવાડા પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Leave A Reply

Your email address will not be published.