Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરામાં આવેલા પ્રાચીન અંબાજી મંદિરના ચોકમાં ખેલૈયાઓએ રાસ ગરબાની રમઝટ બોલાવી

0 80

રિપોર્ટ પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

બનાસકાંઠા જિલ્લામાં જિલ્લાના દરેક ગામડાઓમાં ઠેર ઠેર જગ્યાએ નવલા નોરતાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં આજે બીજા નોરતે સમગ્ર જિલ્લામાં ખેલૈયાઓ ગરબે ઘુમી રહ્યા છે

જેમાં ધાનેરાકમાં પ્રાચીન અંબાજી મંદિરના ચોકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર ગુજરાતીઓનું મનપસંદ તહેવાર એટલે નવલા નોરતા આજે નવરાત્રિના બીજા દિવસે ખેલૈયા મન મૂકીને ઝૂમી રહ્યા છે સમગ્ર ગુજરાતના દરેક ગામડામાં ઠેર ઠેર જગ્યાએ સોસાયટીઓમાં ગલી મોહલ્લાઓમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવેલું છે મોટી સંખ્યામાં લોકો નવલા નોરતા રમતા હોય છે જેમાં આજે નવરાત્રિના બીજા દિવસે ખેલૈયાઓ ધૂમ મચાવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ધાનેરા ખાતે આવેલ પ્રાચીન અંબાજી મંદિર પણ આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ખેલૈયાઓ દ્વારા બીજા દિવસની રમઝટ બોલાવી હતી ગરબા મંડળ ના આયોજન જયેશભાઈ સોલંકી કિશોરભાઈ તુવર તેમજ અંબાજી યુવક મંડળના કાર્યકર્તાઓએ કરવામાં આવ્યું હતું.

Leave A Reply

Your email address will not be published.