Publisher Theme
I’m a gamer, always have been.

પાટણ નજીક કમલીવાડા ખાતે લાયન્સ-લીઓ કલબ ઓફ પાટણ અને તાલુકા હેલ્થ કચેરી, પાટણ દ્વારા માં અંબે ના દર્શન કરવા જતા યાત્રીઓ માટે વિસામા નું આયોજન કરવામાં આવ્યું

0 106

રિપોર્ટર ઇકબાલ એમ ફકીર બૌદ્ધિક ભારત પાટણ

બનાસકાંઠાના સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો ભવ્ય લોકમેળો ભરાયો છે. લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ માં જગદંબાના દર્શન માટે આવી રહ્યા છે ત્યારે ભાદરવા સુદ નોમ ની રાત્રે પાટણ ના અનેક વિસ્તારો માંથી અંબાજી પગપાળા સંઘોએ માં જગદંબાના જય જયકાર સાથે હજારોની સંખ્યામાં માઈભક્તોએ અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું.અંબાજીમાં ભરાતા સાત દિવસીય ભાદરવા સુદ-પૂનમના મહા મેળામાં પાટણ જિલ્લામાંથી હજારોની સંખ્યામાં માઇ ભકતો પગપાળા ચાલીને માં જગત જનની ચરણોમાં શીશ નમાવવા માટે જાય છે. ચાલુ સાલે પણ હજારો માઈભક્તોએ માતાજીના રથડા લઈ બોલ માડી અંબેના જયકાર સાથે પાટણ માંથી અંબાજી જવા માટે પ્રસ્થાન કર્યું હતું.રવિવાર ની રાત્રે પાટણ શહેરમાંથી ઝીણીપોળ આ વર્ષે 26માં વર્ષે 50 પદયાત્રીઓ માતાજીના રથ ડીજે ના સથવારે નીકળ્યો હતો .જેમાં પૂર્વ સંઘ સંચાલક ધમેન્દ્ર પટેલ ના ઘરે આરતી કરી હોદેદારો ના હસ્તે રથ નું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું .ગુર્જરવાડા યુથ કલબ નાગરલીમડી યુવક મંડળ,હરસિદ્ધ યુવક મંડળ, શાહના પાડો મણિભદ્ર યુવક મંડળ, રાજપુર યુવક મંડળ, દ્વારકાધીશ યુવક મંડળ, કસારવાડા યુવક મંડળ, અનાવાડા પાટીદાર યુથ કલબ,બળિયાપાડા મિત્ર મંડળ ,ખોડિયાર મિત્ર મંડળ પગપાળા સંઘ વગેરે મંડળોએ માતાજીની માડવીઓ સાથે બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગરબે ઘૂમતા ઘૂમતા બગવાડા દરવાજા ખાતે આવ્યા હતા. તમામ સંઘો બગવાડા ચોકમાં એકઠા થતાં ધાર્મિક મેળાવડો જામ્યો હતો. ભક્તોએ માં જગદંબાનો જય જયકાર કરી અંબાજીના માર્ગો તરફ પ્રયાણ કર્યું હતું. સંઘોને વળાવવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.પાટણ નજીક કમલીવાડા ખાતે લાયન્સ-લીઓ કલબ ઓફ પાટણ અને તાલુકા હેલ્થ કચેરી, પાટણ દ્વાર લાઇવ ખમણ – ચા-કોફી, મેડીકલ કેમ્પ – મીનરલ વોટર – વિસામો માટે સેવા કેમ્પ કરાયો હતો જેનો લાભ અંબાજી જતા પગપાળા યાત્રાળુએ મોટી સંખ્યામાં લીધો હતો. પાટણ એક્ટિવ ગ્રુપ આયોજિત અંબાજી સેવા કેમ્પ સિધ્ધપુર મુકામે ગોલ્ડન ચોકડી ખાતે કરવામાં આવ્યો હતો જેમાં માનસી ની ચા, ખારી બિસ્કિટ મેડિકલ અને આરામ ની વયવસ્થા કરવામાં આવી હતી.
પાટણ શો હ્યુમાનિટી ટ્રસ્ટ દવરા હરતો ફરતો મિનરલ પાણી નો અને મેડિકલ સેવા કેમ્પ અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ યોજાયો હતો. માં અંબે ના દર્શનાર્થે ભાદરવી પૂનમે પગપાળા જતા લાખ્ખો પદયાત્રીઓ ની અવિરત સેવા માં ઘીયાવીર મિત્ર મંડળ પાટણ દવરા ‘સેવા કેમ્પ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લાઈવ,ખમણ,ગરમ ચા મિનરલ પાણી, ,આરામ ની વિશાળ સુવિધા મેડિકલ સારવાર કેન્દ્ર નો સેવા કેમ્પ તેનીવાડા ગામ ના પાટીયા પાસે પાલનપુર અંબાજી હાઇવે પર શરૂ કર્યો છે.કોમી એકતા ના દર્શન પાટણ થી અંબાજી પગપાળા જતાં સંઘો માટે, અંબાજીનાં માર્ગે અનેક સખાવતી સેવા કેમ્પો ધમધમી રહ્યા છે.ત્યારે પાટણ શહેર ના બગવાડા ચોકમાં પાટણએકતાફાઉન્ડેશન નાં સેવા કેમ્પે આસ્થા સાથે સાચ્ચેજ સામાજિક એકતાની મિશાલ પુરી પાડી હતી. અને પાટણ શહેરમાંથી રાત્રે નીકળેલ 20 જેટલા સંઘો માટે વિશેષ રૂપે શરૂ કરાયેલા આ સેવા કેમ્પમાં પદયાત્રીઓને ખુલ્લા દિલે અને છુટ્ટા હાથે કેન્ડીનો પ્રસાદ મુસ્લિમ બિરાદરોએ હિન્દૂ ભાઈઓ બહેનો ને વિતરણ કરી ધન્યતા અનુભવી હતી .આમ પાટણ ના બગવાળા દરવાજે કાલુ શહીદ પીર ની દરગાહ પાસે પ્રથમ વખત મુસ્લિમ ભાઈઓ દ્વારા અંબાજી પગપાળા સંગો લઈને જતા પદ યાત્રિકો માટે 3000 થી વધુ કેન્ડીઓ નું વિતરણ કરતા પાટણ ના ધારાસભ્ય સહિત હિન્દૂ સમાજ માં તેઓની આ સેવા ને બિરદાવી હતી અને બગવાળા દરવાજા મુસ્લિમ ભાઈઓ દ્વારા પદ યાત્રિકો ની સેવા કરતા સાચા અર્થ માં કોમી એકતા ના દર્શન જોવા મળતા હતા.

Leave A Reply

Your email address will not be published.