Publisher Theme
I’m a gamer, always have been.

અમદાવાદના કાલુપુરમાં આવેલ ઇદગાહ મસ્જિદ પાસે જમવા બાબતે માથાકૂટ થતાં બે જૂથ વચ્ચે પથ્થરમારો

0 84

રિપોર્ટર વિજય ઠક્કર બૌદ્ધિક ભારત અમદાવાદ.

અમદાવાદમાં ગઈકાલે રાત્રે, ઇદગાહ સર્કલ પાસે નોનવેજની લારી પર જમવા બાબતે તકરાર ઊભી થયેલ હતી. જોત જોતામાં આ તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલ હતું. અને તેને લઈને આજુબાજુના લોકો ભેગા થઈ જતા, બે જૂથ વચ્ચે પથ્થર મારો શરૂ થઈ ગયેલ હતો. આ પૈકી એક જૂથના ટોળાએ ધાર્મિક શબ્દના ઉચ્ચારણ સાથે પથ્થરમારો કર્યો હતો. ઘટનાની જાણ થતાં, માધુપુરા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયેલ હતો અને પરિસ્થિતિ કાબુમાં લઈ લીધેલ હતી. પોલીસને જોઈ તોફાની તત્વો વિખેરાઈ ગયેલ હતા. ઘટના અંગે લારી ચાલક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. બનાવના સ્થળે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ હતો.

Leave A Reply

Your email address will not be published.