Publisher Theme
I’m a gamer, always have been.

ધાખા અને ધાનેરામાં દારૂ વેચનાર બે શખસો ઝડપાયા

0 329

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાખા ગામે રહેતા રમેશસિંહ પીરાજી રાજપુત પાર્લરમાં દારૂના વેચાણ કરતા હોવાની બાતમી મળતા થરાદ પોલીસ અધિક્ષકની ટીમ તથા પોલીસની ટીમ દ્વારા તપાસ કરતા પાર્લરના પાછળના ભાગે બાવળની ઝાડીમાંથી દારૂ મળી આવ્યો હતો. જેમાં દારૂની 12 બોટલ રૂ.6000 નો મુદ્દામાલ સાથે રમેશસિંહને ઝડપી લીધો હતો. જ્યારે ધાનેરામાં અરવિંદભાઇ જબરાભાઇ રાજપુત (રહે.કોટડાવાસ) દારૂનો વેપાર કરતા હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરતાં ઘરની આગળ ભાગે પતરાવાળી રૂમ બનાવી તેમાં દારૂ મુક્યો હતો. જેથી પોલીસે રૂમમાં તલાસી લેતાં દારૂ,બિયરની 26 બોટલો રૂ.4715 નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

Leave A Reply

Your email address will not be published.