પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરામાં આવેલ રોયલ સ્કુલમાં રક્ષા બંધનનાતહેવારની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થી ભાઇ-બહેનો, શાળાના શિક્ષક ભાઈ-બહેનો તેમજ શાળાના મેનેજીંગ ડીરેક્ટર નારણસિંહ વાઘેલાને બહેનોએ રાખડી બાંધી રક્ષા બંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે રમત-ગમત પ્રતિયોગિતાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બેડમિન્ટન તેમજ શતરંજ સ્પર્ધા આમ અલગ-અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને શાળાના વિદ્યાર્થી ભાઈ-બહેનોને પ્રોત્સાહીત ઇનામો આપવામાં આવ્યા હતા. આમ ધાનેરામાં આવેલ રોયલ સ્કુલમાં રક્ષા બંધનના પવિત્ર તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.