Publisher Theme
I’m a gamer, always have been.

રાજસ્થાન પોલીસે મંડાર વિસ્તારમાંથી 33 જુગાર રમતા ઈસમો ને ઝડપી પાડ્યા જેમાંથી 28 જેટલા ઈસમો બનાસકાંઠાના

0 419

રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

રાજસ્થાનના મંડાર વિસ્તારના રાજપુરા ગામની હદમાં આવેલ એક ખેતરના ફાર્મ હાઉસ પર રાજસ્થાન પોલીસે દરોડા પાડી ઘરની અંદર ટોકન ઉપર જુગાર રમતા 33 જેવા લોકોને ઝડપી પાડ્યા છે. જેમાં 33 લોકોમાંથી 28 ઈસમો બનાસકાંઠા જિલ્લાના હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાન પોલીસે 33 લોકો સહિત કુલ મુદ્દામાલ કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે.
રાજસ્થાનના મંડાર પાસેએ ખેતરના ફાર્મ હાઉસ ઉપરથી પોલીસે જુગાર ધામ ઝડપી છે. જેમાં રાજસ્થાન પોલીસને મળેલી બાતમી હકીકતના આધારે મંડળના રાજપરા ગામની હદમાં આવેલ એક ખેતર ફાર્મ હાઉસ પર રાજસ્થાન પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં ફાર્મ હાઉસની અંદર પત્તા અને પૈસાનો સટ્ટો ટોકન દ્વારા રમાતા 33 લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા.જેમના પાસેથી જુગારની રકમ 1,56,580 રૂપિયા 66100 રૂપિયાના ટોકન કુલ 2 લાખ 22 હજાર 680 રૂપિયા જપ્ત કરી 33 એ લોકોની અટકાયત કરી 8 જેટલી લક્ઝરી ગાડીઓ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે જોકે 33 ઈસમો માંથી 28 ઈસમો ગુજરાતીઓ હોવાનું સામે આવ્યું છે.

Leave A Reply

Your email address will not be published.