પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ગુજરાત સરકાર સ્વચ્છતા અભિયાન ચલાવે છે પરંતુ આ ગામની વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી હતી. આ ગામ રાજસ્થાનની સરહદે અડીને આવેલું છે. ત્યાંથી મોટા પ્રમાણમાં લોકોની અવર-જવર વધુ રહે છે. ધાનેરા તાલુકાના બાપલા ગામે પ્રાથમિક શાળાની ગેટની બાજુમાં તેમજ આંગણવાડીની બાજુમાં કચરાના ઢગ જોવા મળ્યા હતા તેમજ અનેક રોડ ઉપર ગંદકી જોવા મળી હતી. ગ્રામ પંચાયત તેમજ સરકારી દવાખાનાના કમ્પાઉન્ડમાં જાડીઝાખરા ઉગી નીકળતા હજી સુધી સાફ-સફાઈ કરાઈ નથી. તાત્કાલિક સાફ કરવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે.