Publisher Theme
I’m a gamer, always have been.

પોતાના ભોગવટાના મકાનમાં દારૂ વેચતા ઈસમ સામે પોલીસે ગુનો નોંધ્યો; મકાનમાંથી 195 નંગ બીયરના ટીન મળ્યા

0 127

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

થરાદ-ધાનેરા હાઈવે પર રાયડાની મીલની સામે બાતમીને આધારે પોલીસે તપાસ કરતા એક રહેણાંકના મકાનમાં કુલ 195 નંગ બીયર ટીન મળી આવ્યા હતા. પંચોને સાથે રાખી કરાયેલી આ કાર્યવાહી દરમિયાન તે ઘરમાં એક ઈસમ નામે દશરથભાઇ કનાભાઇ પરમાર (વજીર) હાજર મળ્યો હતો. પોલીસે જુદી જુદી બ્રાન્ડની ભારતીય બનાવટના પરપ્રાંતીય દારુની બોટલો તથા બીયર ટીન નંગ-195 કુલ રૂ. 26,610નો મુદ્દામાલ કબજે કરેલો છે. જે ગેરકાયદેસર અને પરમીટ વગરનું હોવાથી તેમાંથી એક એક બોટલ એફ.એસ.એલમાં કાઢી તેમાં પંચોની રુબરુ શીલ મારી કાપલી બાંધી તમામ સેમ્પલ કબ્જે કરેલા છે. પરમાર દશરથભાઇ કનાભાઇ પરમાર (વજીર)એ વગર પરમીટે ગેરકાયદેસર રીતે પોતાના કબજાના રહેણાંકમાં મકાનમાં દારુ વેચવા, રાખવાનો ગુનો કરતા તેની વિરુદ્ધ થરાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Leave A Reply

Your email address will not be published.