અરવલ્લી જિલ્લાની બાયડ તાલુકાની શ્રીજીતપુર ગ્રુપ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ પી શાહ હાઇસ્કુલ એન્ડ શ્રી એચ. સી. પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ તથા શ્રીમતી કે. એમ. શાહ પ્રાથમિક વિભાગ સાંસ્કૃતિક હોલ જીતપુર ખાતે તારીખ 1 /7/ 2023 ને શનિવાર ના રોજ ૮:30 કલાકે શાળા તેની યશસ્વી કારકિર્દીના 56 વર્ષ પૂર્ણ કરી ચાલુ સાલે તેનો 57મો સ્થાપના દિન ઉજવવામાં આવ્યો હતો આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમ રાસ ગરબા તથા ડાન્સ તથા શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું ઇનામ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તથા શાળાના તેજસ્વી તારલા વિદ્યાર્થીઓને પારિતોષિક એવોર્ડ શાળાના દાતાશ્રીઓ હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓના ઉજવળ ભવિષ્ય માટે સતત ચિંતા કરતી અને ઉત્કૃષ્ટ પરિણામ આપતી અનોખી શાળા આજે એક મોટું મહાન વિશાળ શાળાનું શિક્ષણસંકુલ અને વિશાળ એક કમિટી હોલ તથા શાળાના વિદ્યાર્થીઓ માટે આધુનિક એક કોમ્પ્યુટર લેબ સાથે આજે શાળા ખૂબ જ મોટું વિશાળવટવૃક્ષ બની ખૂબ જ સુંદર શિક્ષણ ક્ષેત્રે નામના મેળવી શાળા પોતાની વિકાસ ગાથા ની ઉત્તરો ઉત્તર પ્રગતિ કરી છે અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ મોટી હરણફાળ ભરી છે આ શાળાની શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ નામના મેળવવા પાછળ શાળાના તમામ દાતાશ્રીઓ તથા શાળા સંચાલકો તથા શાળાના આચાર્યશ્રી તથા શાળાના ના તમામ સ્ટાફગણ નો શિક્ષણ ક્ષેત્ર કઠોર પરિશ્રમ સાથે સિંહ ફાળો રહેલો છે આજે આ શાળા એ સરસ મજાની એક કહેવતની સાર્થકતા એ છે કે.. સમયે કર્યો ટંકાર ને આવી ઉભો 57મો સ્થાપના દિન આજ… તેજસ્વી તારલાઓને સન્માનવા રચાયો રૂડો અવસર આજ.. આ શાળાના સ્થાપના દિવસે નિમિત્તે ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ તેમના વાલીઓ અને યુવાનો તથાગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તમામે આ શાળાની કામગીરીને ખૂબ જ પ્રશંસા કરી હૃદય પૂર્વક બિરદાવી હતી.
રિપોર્ટર દિનેશ પટેલ જિલ્લા બ્યુરોચીફ અરવલ્લી