Publisher Theme
I’m a gamer, always have been.

પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતે ફોરેસ્ટ ઓફિસર શ્રી ગણેશભાઈ વી. દેસાઈ સાહેબનો વિદાય સન્માન સમારંભ યોજાયો

0 54

રિપોર્ટર :પ્રવિણસિંહ ઝાલા બૌદ્ધિક ભારત પ્રાંતિજ

પ્રાંતિજ તાલુકાના સલાલ ખાતે નર્સરીમાં વય નિવૃત્તિના કારણે પ્રાંતિજ વિસ્તરણ રેન્જમાં ફરજ બજાવતા ફોરેસ્ટ ઓફિસર શ્રી ગણેશભાઈ વી. દેસાઈનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં હાજર અધિકારીશ્રીઓ પ્રાંતિજના આર. એફ.ઓ. એસ.કે.પ્રજાપતિ સર, માલપુર રેંજના આર. એફ.ઓ. ચાવડા સર, તલોદ રેન્જના આર.એફ.ઓ. માલણસર, એન. જે.વારંદસર, મેમણસર, સહ કર્મચારીશ્રીઓ, અને મોડાસા, તલોદ,અને ઝાલાની મુવાડી થી પધારેલા પરિવારના સભ્યોશ્રી, વિરમભાઈ દેસાઈ, માલજીભાઇ દેસાઈ, મહાદેવભાઇ દેસાઈ, સહદેવભાઈ દેસાઈ, બળદેવભાઈ દેસાઈ, ભગવાનભાઈ દેસાઈ, ભાવેશભાઈ દેસાઈ, અમરતભાઈ દેસાઈ તથા ઝાલાની મુવાડી ગામના સરપંચ શ્રી વિજયસિંહ ઝાલા, દેવેન્દ્રસિંહ ઝાલા, કેસરીસિંહ ઝાલા, સામંતસિંહ ઝાલા, વિ.યુ. ઝાલા. વિષ્ણુસિંહ ઝાલા તથા સગા સંબંધીઓ અને સ્નેહી મિત્રો વિદાય સત્કાર સમારંભમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગણેશભાઈ વી. દેસાઈનું પુષ્પગુચ્છ અને ભેટો આપી ફૂલહાર થી સન્માન કરવામાં આવ્યું. વિદાય સન્માન સમારંભ જોઈને મેઘરાજા થી પણ ના રહેવાયુ તેમણે પણ દોઢ કલાક હાજરી આપી ધરતીમાતાને પાણીથી તરબોળ કરી દીધા હતા. વિદાય સન્માન સમારંભમાં અધિકારીઓ અને સહકમીઓએ તેમની પ્રકૃતિ પ્રેમી, પક્ષીપ્રેમી કર્મઠ એવા ગણેશભાઈ વી. દેસાઈની ઉમદા કામગીરીને બિર દાવી હતી, અને મોટી સંખ્યામાં સર્વેએ ઉપસ્થિત રહી આ વિદાય સન્માન સમારોહ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Leave A Reply

Your email address will not be published.