Publisher Theme
I’m a gamer, always have been.

કૉંગ્રેસના પ્રતિનિધિ મંડળે ધાનેરાના ‘બિપરજોય’થી અસરગ્રસ્ત વિસ્તારોના લોકોની સમસ્યા જાણી

0 189

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

બીપરજોય વાવાઝોડા બાદ થયેલ અસરગ્રસ્તોની મુલાકાતે કોંગ્રેસનું ડેલીગેશન પહોંચ્યું હતું. કચ્છ બાદ ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ અને પવનના કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા જેના પગલે આજે બનાસકાંઠાના ધાનેરા તાલુકાના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ખેડૂતો, પશુપાલકો અને આમ જનતાને થયેલ નુકસાન ને લઈને કોંગ્રેસ વાહરે પહોંચ્યું હતું. સમગ્ર ઉત્તર ગુજરાતમાં બીપરજોય વાવાઝોડા બાદ ઠેર ઠેર જગ્યાએ નુકસાન થયું હતું સૌથી વધારે બનાસકાંઠાના ધાનેરા વાવ થરાદ અને સુઈગામ પંથકમાં ભારે પવનના કારણે અનેક લોકોના ઘરની છત,દીવાલ, પશુઓ અને પાક નુકસાની સહિત જમીનનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું હતું જોકે આજે કોંગ્રેસ પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર,સેવાદળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ, તેમજ જિલ્લા પ્રમુખ અને કોંગ્રેસના ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ધાનેરાના જડિયા ભાટીબ અને વીંછીવાડી ગામની મુલાકાત લીધી હતી લોકોને અને ખેડૂતોને વાવાઝોડા બાદ સર્જાયેલી પરિસ્થિતિનો કોંગ્રેસે તાગ મેળવ્યો હતો અને સરકાર ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા જોકે સેટેલાઈટ સર્વે કરવાની જગ્યાએ જમીની સર્વે કરવા જગદીશ ઠાકોરે સૂચન કર્યું હતું જોકે કુદરતી હોનારતને લઈને સરકાર યોગ્ય સર્વે કરી તમામ લોકોને યોગ્ય વળતર કરવા સૂચન કરવામાં આવ્યું હતું.

Leave A Reply

Your email address will not be published.