મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે સ્વયંભૂ અંબેમાના મંદિરમાં એક ભક્ત દ્વારા 500 ગ્રામ ચાંદીની અંબેમાની મૂર્તિ અર્પણ કરવામાં આવી
રિપોર્ટર પ્રકાશભાઈ ધોબી ટીંટોઇ
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે સ્વયંભૂ અંબેમા નું મંદિર આવેલું છે હજારોની સંખ્યામાં અંબેમાના મંદિરે ભક્તો શીશ ઝૂકાવી દર્શન કરી ધન્યતા અનુભવે છે. ભક્તોના આસ્થાનનું કેન્દ્ર અંબેમાના મંદિરમાં એક ભક્ત દ્વારા 500 ગ્રામ ચાંદીની અંબેમાની મૂર્તિ અર્પણ કરવામાં આવી છે, ભિલોડા તાલુકાના શામળપુર ગામના ભક્તની આસ્થા અને મનોકામના ની પૂર્તિ થતા ભેટ અર્પણ કરવામાં આવી હતી. શામળ પુર ગામના ભક્ત ધર્મેન્દ્ર કુમાર મોતીભાઈ પટેલ દ્વારા વાજતે ગાજતે મા અંબાના મંદિરમાં 500 ગ્રામ ચાંદીની માં અંબે ની મૂર્તિ ભેટ અપાઈ. અંબેમાના મંદિરના કતૉ હતૉ ચંપાવત કૈલાશબા હરિશ્ચંદ્રસિંહજી દ્વારા ચાંદીની મૂર્તિના દાતા નું સ્વાગત કરી સપ્રેમ ભેટ સ્વીકારી હતી