Publisher Theme
I’m a gamer, always have been.

ધાનપુર ડોલરીયા શાળામાં જિલ્લા સભ્ય શ્રી અભેસિંગભાઈ મોહનિયા ની હાજરીમાં પ્રવેશોત્સવ યોજાયો

0 147

રીપોટર કિશન મોહનીયા સાથે રમેશ દહમા બૌદ્ધિક ભારત ન્યુઝ ધાનપુર

દાહોદ જિલ્લા સભ્ય શ્રી અભેસિંગભાઈ મોહનિયા અને તાલુકા સભ્ય શ્રી નરવતભાઈ રાઠોડ તેમજ ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી અને સી.આર.સી કોઓર્ડીનેટર જીગ્નેશભાઈ પટેલ અને આઈ સી ડી એસ પરમાર વિજય કુમાર અને પ્રજાપતિ કલ્પેશ ની અધ્યક્ષતામાં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ડોલરીયા પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકા માં અને ધોરણ1 માં પ્રવેશ પામનાર બાળકોનું નામાંકન કરાવ્યુંઆ અવસરે તેઓ ના પ્રવચન માં જિલ્લા સભ્ય શ્રી અભેસિંગભાઈ મોહનિયા એ જણાવ્યું હતું કે રાષ્ટ્રના ભાવિ નાગરિક એવા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આયોજિત પ્રવેશોત્સવ અંતર્ગત પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે શાળાનો પ્રથમ દિવસ યાદગાર બની રહેશે તેમ જિલ્લા સભ્ય શ્રી અભેસિંગભાઈ મોહનિયા એ ઉમેર્યું ઈશ્વરે દરેક બાળકને ભેટ રૂપે વિશિષ્ટ કલા આપેલી છે બાળકની રુચિને પારખી તેના કૌશલ્યને કેળવવું એ શિક્ષકની નૈતિક ફરજ છે શિક્ષકોના ભાગીદારીથી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે જના થકી બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે એક માતા સો શિક્ષકની ગરજ સારે છે જેથી માતા-પિતાએ બાળકને અભ્યાસુ વ્યવહારુ પ્રમાણિક અને સંસ્કારી બનાવવાનું બીડું ઝડપી બાળકોના નિયમિતપણે શાળાએ મોકલવા સંકલ્પ બંધ બને એમ તેઓના સંબોધનમાં ઉમેર્યું ડોલરીયા પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી પર્વતભાઈ નીનામા એ જણાવ્યું કે શાળામાંથી કોમન એન્ટેસ ટેસ્ટમાં પ્રથમ નંબરે પાસ કરનાર વિદ્યાર્થીઓ એ શાળાનું ગૌરવ વધારેલ છે તે વિદ્યાર્થીઓ ને જિલ્લા સભ્યશ્રીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવે છે હોશિયાર તેજસ્વી તારલા વિદ્યાર્થીઓ. મેડા વિશાલભાઈ નગરસિંહ બીજા નંબરે સોનલબેન રમેશભાઈ દહમાં ત્રીજા નંબરે અર્જુનભાઈ રમેશભાઈ દહમા ચોથા નંબરે લક્ષ્મીબેન રમેશભાઈ દહમા એ શાળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ડોલરીયા પ્રાથમિક શાળાનું ગૌરવ વધારતા જિલ્લા સભ્ય શ્રી અભેસંગભાઈ મોહનિયાએ બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા. આજ ના શાળા પ્રવેશોત્સવ ઉજવણીમાં બાલવાડી આંગણવાડી આરોગ્ય વિભાગના કર્મચારીઓ શિક્ષક ગણ ગામના વડીલ વાલીઓ મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો અને શાળા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. કાર્યક્રમની આભાર વિધિ શાળાના શિક્ષક શ્રી રમેશભાઈ ડામોરે આભાર વિધિ પૂર્ણ કરી.

Leave A Reply

Your email address will not be published.