Publisher Theme
I’m a gamer, always have been.

ભાભર મુકામે એક્સપ્રેસ ટ્રેનો ને ભાભર સ્ટોપેજ આપવા બનાસકાંઠા સાંસદ પરબત ભાઈ પટેલ ને રજૂઆત

0 37

રીપોર્ટર.રમેશભાઈ સોની બ્યુરો ચિર્ફ બનાસકાંઠા

સ્થાનિક રાજકીય આગેવાનો દ્વારા પણ ઉચ્ચ નેતા ઓ ને લેખિત રજૂઆતપાલનપુર ભુજ ને અગાઉ ભાભર સ્ટોપેજ હતું પરંતુ બ્રોડગેજ લાઈન બન્યા બાદ તે પણ કેન્સલ કરવામાં આવ્યું..ભાભર નગર પાલિકા વિસ્તાર સહિત સરહદી વિસ્તાર ને જોડતો તાલુકા મથકબનાસકાંઠા સરહદી વિસ્તાર ભાભર થરાદ વાવ સુઈગામ ચાર તાલુકા વચ્ચે માત્ર એક રેલ્વે સ્ટેશન ભાભર ખાતે આવેલ છે આ રેલ્વે સ્ટેશન ભાભર માં વર્ષો જૂનું છે નવીન રેલ્વે સ્ટેશન ની સાથે ભાભર રેલ્વે સ્ટેશન પણ સુવિધાઓ સજ્જ છે પરંતુ ભાભર રેલ્વે સ્ટેશનથી પ્રસાર થતી ટ્રેનો ને સ્ટોપેજ આપવામાં આવી નથી.અહીંથી પસાર થતી સાપ્તાહિક તેમજ એક્સપ્રેસ ટ્રેનો ને કાયમી સ્ટોપેજ આપવાની લોકોની પ્રબળ માંગ ઉઠી છેભાભર એ વિકાસ શિલ વેપારી મથક છે તેમજ આજુબાજુના તાલુકા ના વેપારીઓ અને અન્ય લોકો સુરત મુંબઇ દિલ્હી રાજસ્થાન સહિત કચ્છ જેવા મોટા શહેરો સાથે ધંધા અર્થ સકળાયેલા હોય છે મુંબઇ સુરત અમદાવાદ હિરાના વેપારી તેમજ કારીગરો મોટી સંખ્યામાં સરહદી વિસ્તાર માંથી આવર જવર કરતા હોય છે ત્યારે ભુજ-બરેલી ભુજ – બાન્દ્ર ભુજ – અમદાવાદ પાલનપુર ભુજ.જોધપુર ગાંધીધામ એક્સપ્રેસ ગાંધીધામ – પાલનપુર લોકલ સહિત છ થી વધુ ટ્રેનો અવર જવર થાય છે જેમાંથી મોટા ભાગ ની ટ્રેનો ને સ્ટોપેજ આપવામાં નથી આવ્યું જ્યારે માત્ર લોકલ ટ્રેન ગાંધીધામ પાલનપુર તેમજ જોધપુર ગાંધીધામ ને જ ભાભર સ્ટોપેજ આપવામાં આવ્યું છે જે તમામ ટ્રેનો ને ભાભર સ્ટોપેજ આપવામાં આવે તો વેપારીઓ ને બીજા અન્ય શહેરો દિયોદર રાધનપુર પાલનપુર વિરમગામ સુધી ટ્રેન માટે જઉ પડે છે પ્રવાસીઓ નો સમય અને પૈસા નો વ્યય થાય છેભાભર સ્ટોપેજ આપવામાં આવે તો વ્યય થતોસમય અને પૈસા પણ બચી શકે હાલ તો સુઈગામ ના નડાબેટ બોડર ના જવાનો માટે તેમજ નડા બેટ ટુરિઝમ ને પ્રવાસ સ્થળ સાથે સીમાદશૅન માટે લોકો દુર દુર થી આવતા હોય છે ત્યારે આ ટ્રેનો ને ભાભર સ્ટોપેજ માટે ટીકીટ બુકિંગ ઓફિસ ફાળવવામાં આવે તેવી જૈન સમાજ દ્વારા જનરલ મેનેજર વેસ્ટર્ન મુંબઈ અને કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સ્થાનિક નેતાઓ ને લેખીત મોખીક રજુઆત કરવામાં આવી છે તેમજ સ્થાનિક નેતા ઓ દ્વારા પણ ઉચ્ચ હોદા ધરાવતા નેતા ઓ ને લેખિત રજૂઆત કરવામાં હોવા છતાં આજદિન સુધી નકર કાયૅવાહી કરવામાં નથી આવી ચાર તાલુકા ના લોકો ની એક જ માંગ છે ભાભર ને સ્ટોપેજ આપવામાં આવે તો લોકોને આશિર્વાદ રૂપ સાબિત થાય તેમ છે સરહદી વિસ્તાર ની કર્મની કઠણાઈ ઘણો કે નબળી નેતાગીરી કારણે ટ્રેનો ની સુવિધા થી લોકો વંચિત રહ્યા છે તેમજ પાલનપુર ભુજ ટ્રેન નું અગાઉ ભાભર ને સ્ટોપેજ હતું પરંતુ બ્રોડગેજ લાઈન નાખવાથી નવીન ચાલુ થયેલ પાલનપુર ભુજ ટ્રેન ને પણ ભાભર સ્ટોપેજ હાલ મળેલ નથી જેને લઇ કચ્છ તરફ જતા કેટલાય ભાભર સૂઇગામ વાવ તાલુકાના મુસાફરો અટવાઈ ગયા છે જેઓને કચ્છમાં જવું હોય તો દિયોદર અથવા રાધનપુર જવું પડે છે.. ભાભર નું રેલ્વે સ્ટેશન મુસાફરો વિનાનું સ્ટેશન બની ગયું છે તેમજ રેલ્વે સ્ટેશન ની આજુબાજુમાં પણ વિસ્તારનો વિકાસ અટકી ગયો છે ધંધાદારીઓના ધંધા પણ પડી ભાગ્યા છે
ત્યારે તા.11 ના રોજ બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબત ભાઈ પટેલ ને ભાભર ના વતની પૂર્વ સચિવ બી.આર ઠાકોર ભાભર ના નગર પાલિકા પ્રમુખ રોહિત આચાર્ય નરેશ ભાઈ અખાણી ભાભર બીજેપી તાલુકા પ્રમુખ અમથુંજી ઠાકોર ભાભર શહેર પ્રમુખ અમૃતભાઈ માળી ભાભર જૈન સંઘ આગેવાનો ઠક્કર સમાજ ના આગેવાનો દરબાર સમાજ ના આગેવાનો સહિત ના સર્વ સમાજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પરબત ભાઈ પટેલ ને રજૂઆત કરી હતી

Leave A Reply

Your email address will not be published.