Publisher Theme
I’m a gamer, always have been.

કપડવંજ તાલુકાના ચિખલોડ ગામની શાખા બેંક ઓફ બરોડા દ્વારા પ્રધાન મંત્રી જીવન વિમા વિશે લોક જાગૃતિ કેમ્પ કરાયો.

0 40

રિપોર્ટર , સુરેશભાઈ પરમાર કપડવંજ

ચિખલોડ બેંક ઓફ બરોડા દ્વારા તેમના લાગતા ગામોમાં PMJJBY , PMSBY લોક જાગૃતિ કેમ્પ કરાયો જેમાં બેંક ઓફ બરોડા ના બ્રાન્ચ મેનેજર વિઘ્નેશ ત્રિવેદી દ્વારા વિવિધ યોજનાઓ ના લાભો વિશે માહિતી આપી હતી અને બેંક મેનેજર દ્વારા ચિખલોડ , વિશ્વનાથ પૂરા , ચારણ નિકોલ , ભાદરવા ના મુવાડા જેવા ગામોમાં પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તેમજ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વિશે વિસ્તાર વાઇસ સંપૂર્ણ માહિતી આપી હતી જેમાં આકસ્મિક , એક્સિડન્ટ અને અટલ પેન્શન યોજના અને સુકન્યા સમૃધ્ધિ યોજના જેમાં દીકરીઓ માટે ના વિવિધ લાભો વિશે માહિતી આપી હતી, જેમાં ગામના યુવાનો, વડીલો ખૂબ સારી મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ગામ લોકો એ પોતે વીમો ઉતરાવવા ની ખાતરી આપી અને દરેક ગ્રામવાસીઓ ને વીમો ઉતરાવવા સમજાવવા ની બાંહેધરી પણ આપી . તેમજ બેંક ઓફ બરોડા ના બ્રાન્ચ મેનેજર નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો .અને બેંક મેનેજર દ્વારા પણ ગ્રામજનો ની આભાર વ્યક્ત કર્યો હતો.

Leave A Reply

Your email address will not be published.