,બાયડ તાલુકાના આંબલીયારા ગામના લોકોના દિલમાં સ્થાન ધરાવતા લાલાજી છગનજી ઠાકોર તારીખ 8/ 6/ 2023 ના રોજ શ્રી હરિચરણ થયા.
રિપોર્ટર દિનેશ પટેલ જિલ્લા બ્યુરો ચીફ અરવલ્લી
બાયડ તાલુકાના આંબલીયારા ગામના લોકોના દિલમાં સ્થાન ધરાવતા લાલાજી છગનજી ઠાકોર તારીખ 8/ 6/ 2023 ના રોજ શ્રી હરિચરણ થયા. જેઓ ધાર્મિક પ્રવૃત્તિઓમાં પોતાનો સમય પસાર કરતા હતા ગામમાં કે આજુબાજુના ગામમાં કોઈ પણ જગ્યાએ ગૌમાતા બીમાર થાય તો તુરંત જ દોડી જતા અને પોતાના ખર્ચે દવા કરાવતા જો ગૌમાતા મૃત્યુ પામે તો પોતાના ખર્ચે વૈદિક મંત્રોચ્ચાર સાથે તેની સમાધિ બનાવતા કોઈ ભક્તોને પૂજા સામગ્રીની જરૂર હોય તો પોતાના ખર્ચે લાવી આપતા મંદિરોનું સમારકામ કે રંગ રોગન કરાવવાનું થાય તો તે પણ સ્વખર્ચે કરતા કોઈ ગામમાં પરબડી બનાવી હોય તો પણ તે બનાવી આપતા પોતાના ખેતરમાં રુદ્રાક્ષ અને બીલી, ચંદન જેવા ધાર્મિક પ્રસંગે કામ લાગતા વૃક્ષો તેમજ ફૂલ છોડનું વાવેતર કરી જગ્યાને હરિયાળી બનાવી દીધી છે જ્યાં બે ઘડી બેસવાનું મન થાય આંબલીયારા ગામમાં 121 ઘરોમાં મંદિરોની સ્થાપના કરાવનાર અને હંમેશા સાધુ સંતોની સેવામાં મસ્ત રહેતા પ્રકૃતિ પ્રેમી એવા લોકોના દિલમાં વસનાર પોતાનો તમામ સમય ધાર્મિક પ્રવૃત્તિમાં પસાર કરનાર લાલાભાઇ અમદાવાદ ખાતે સેવાકીય કામ અર્થે ગયેલ જ્યાં તેમને એટેક આવવાથી દેવલોક પામ્યા હતા આ સમાચાર વાયુવેગે પ્રસરી જતા આંબલિયારા તેમજ આજુબાજુના ગામમાંથી તેમની સ્મશાન યાત્રા માં જનમેદની ઉમટી પડી હતી પ્રભુ તેમના આત્માને શાંતિ આપે તેવી
બૌદ્ધિક ભારત સમાચાર અને ચેનલ પરિવારની પ્રાર્થના સાથે