બોડી સીમલી શાળાના અકસ્માતમાં મૃત્યુ પામેલા મહિલા શિક્ષિકાના પરિવારને 28 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો
રિપોર્ટર નરેશ ખરાડી મેઘરજ
મેઘરજ તાલુકાની બોડી સીમલી પ્રાથમિક શાળાના ઉપ શિક્ષક તરીકે નોકરી કરતા સ્વ સેજળ બેન ગીરીશભાઈ પટેલ ને આકસ્મિક મૃત્યુ સહાય પેટે તેમનું સેલેરી એકાઉન્ટ એક્સિસ બેન્કમાં હતું તો એક્સિસ બેન્ક તરફથી 28 લાખનો ચેક આજે માનનીય તાલુકા વિકાસ અધિકારી શ્રી મેઘરજ તથા બી આર સી કો મેઘરજ દિલીપભાઈ પટેલ તથા એક્સિસ બેન્ક મેનેજર સાહેબ શ્રી તથા એક્સિસ બેન્ક સ્ટાફ અને મંડળીના સભ્યો ની હાજરીમાં ચેક અર્પણ કરવામાં આવ્યો