Publisher Theme
I’m a gamer, always have been.

ચૌધરી સમાજ ના યુવાનો દ્વારા પોતાની દાઢી કઢાવીને સમાજ ના કાયદા નું પાલન કરવામાં આવ્યું

0 368

રિપોર્ટર : પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

પિરસવામાં ભાડૂતી લોકોની જગ્યાએ ગામના લોકોએ સ્થાન લીધું ધાનેરા તાલુકાના આંજણા ચૌધરી સમાજ 54 ગોળમાં સમાજ દ્વારા કરવામાં આવેલ સુધારણાના 23 મુદ્દાઓના પાલનની શરૂઆત કરી દેવામાં આવી છે . જેમાં મરણ પ્રસંગે વ્યસન સંપૂર્ણ બંધ અને પીરસવામાં પણ ગામના લોકો જોડાયા છે . ધાનેરા તાલુકામાં આંજણા ચૌધરી સમાજના 30 અને 24 એમ 54 ગોળ સમાજના વડીલોની એક ખાસ બેઠક યોજાઇ હતી અને સમાજ સુધારણા માટે 23 જેટલા નિયમો ઘડવામાં આવ્યા હતા . જેમાં ફેન્સી દાઢીના દંડનો મુદ્દો સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બન્યો હતો . જ્યારે અન્ય મુદ્દાઓ પણ હતા . જેમાં વ્યસનનો મુદ્દો તે દિવસથી અમલમાં મુકવામાં આવતા આ સમાજમાં જ્યાં જ્યાં મોત થાય ત્યાં વ્યસન બંધ કરી દેવામાં આવ્યું છે . અને તેની સાથે સાથે ધાનેરામાં જે યુવાનો ફેન્સી દાઢી રાખતા હતા તેવા યુવાનોએ પોતે સમાજ દ્વારા કરવામાં આવેલ નિયમનું પાલન કરવા માટે દાઢી કઢાવી દેવામાં આવી છે . સોતવાડા ગામના પૂર્વ સરપંચ જોઇતાભાઇ પટેલએ જણાવ્યું હતું કે ‘ સમાજે બહારના ભાડુતી પીરસવાવાળા લાવવા ઉપર પ્રતિબંધ કરતાં ગામના યુવાનો દ્વારા ભેગા મળી ટીમ બનાવી અમારા ગામમાં જે પ્રસંગ હશે તેમાં પીરસવાની જવાબદારી ઉપાડી છે

Leave A Reply

Your email address will not be published.