Publisher Theme
I’m a gamer, always have been.

અકસ્માતમાં બચવા પોલીસની વિનંતી , હાઇવે ઉપર હેલમેટ વગરના બાઇક સવારો હવે દંડાશે

0 75

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

અકસ્માતમાં બચવા પોલીસની વિનંતી , હાઇવે ઉપર હેલમેટ વગરના બાઇક સવારો હવે દંડાશે ધાનેરામાં અકસ્માતોમાં બાઇક સવારોના માથામાં ઇજાના કારણે મોત થતા હોવાથી ધાનેરા પોલીસ દ્વારા હેલમેટ ફરજીયાત કરવા માટે પ્રથમ દિવસે 50 જેટલા લોકોને માર્કેટયાર્ડના સહયોગથી ફ્રી માં હેલમેટ વિતરણ કરવામાં આવેલ અને શનિવારથી હેલમેટ વગરના લોકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવશે . ધાનેરામાં એક મહીનામાં બાઇકના પાંચ અકસ્માતમાં ચાર લોકોના માથામાં ઇજાના કારણે મોત થતાં ધાનેરા પોલીસ ઇનસ્પેક્ટર એ.ટી.પટેલ દ્વારા ધાનેરા માર્કેટયાર્ડના ચેરમેન ભુરાભાઇ પટેલને વાત કરતાં તેઓએ હેલમેટ માટે સહયોગ આપતા ધાનેરા પોલીસે શુક્રવારે 50 જેટલા પ્રથમ આવનાર હેલમેટ વગરના બાઇક સવારોને હેલમેટ પહેરાવ્યા હતા અને તેઓને ફરજીયાત હેલમેટ પહેરવાની સુચના આપવામાં આવી હતી . તેમજ અન્ય બાઇક ચાલકોને પણા પોલીસે ઉભા રખાવીને શનિવારથી ફરજીયાત હેલમેટ પહેરવા સુચના આપવામાં આવી હતી . આ અંગે પોલીસ ઇનસ્પેકટર એ.ટી. પટેલે જણાવ્યું હતું કે બાઇક અકસ્માતમાં જે લોકોના મોત થાય છે તે હેલમેટ વગરના લોકોના થાય છે

Leave A Reply

Your email address will not be published.