સરપંચે વૈકલ્પિક ટ્રેક્ટરની વ્યવસ્થા કરી સ્કૂલમાં તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્કૂલે મોકલ્યા
પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
સરપંચે વૈકલ્પિક ટ્રેક્ટરની વ્યવસ્થા કરી સ્કૂલે મોકલ્યા ધાનેરાની સ્કૂલમાં તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઘાણા બસ સ્ટેશન ઉપર તારીખ 6 ને ગુરુવારે બસની રાહ જોઈ રહેલા પરંતુ કોઈ દિવસ નિયમિત ન આવતી બસ 6 તારીખના રોજ પણ બસ નિયમિત આવી ન હતી . જેથી વિદ્યાર્થીઓને પરીક્ષાઓ ચાલતી હોઈ સ્કૂલમાં પરીક્ષા આપવાની હોય પરેશાન થઈ રહ્યા હતા . જેની જાણ ઘાણાના સરપંચ કે.કે.કાગને તથા ગામના રમણજી વિહાજી તથા હરિભાઈ ચૌધરીને જાણ થતા તેઓએ એક ટ્રેક્ટરની વૈકલ્પિક વ્યવસ્થા કરી વિદ્યાર્થીઓને ધાનેરા મોકલી આપ્યા હતા . ધાણા લાખણી તાલુકાનું ગામ છે પરંતુ વિદ્યાર્થીઓને ધાનેરા નજીક પડતું હોય તથા શિક્ષણ સારું હોય ધાનેરાથી ઘાણા અપડાઉન કરે છે