Publisher Theme
I’m a gamer, always have been.

થાવર ગામે ગૌચરનું દબાણ દૂર કરવા 54 શખ્સોને નોટિસ છતાં કોઈ કાર્યવાહી નહીં

0 236

રિપોર્ટર – પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરા તાલુકાના થાવર ગામમાં ગૌચરની જમીનમાં દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા 54 શખ્સોને નોટિસ આપવામાં આવી છે. પરંતુ ડીઆઇએલઆર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી.જેને લઈ અસંતોષની લાગણી ફેલાઈ ગઈ છે.બીજી બાજુ તલાટી દ્વારા ડીઆઈએલઆર વિભાગ હદ નક્કી કરશે ત્યાર બાદ દબાણ દૂર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ધાનેરા તાલુકાના થાવર ગામના શ્રી સુંદરપુરી ટ્રસ્ટના પ્રમુખ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં જમીનની તાત્કાલિક માપણી કરાવી સરકારી તેમજ ગૌચર જમીનમાં કોઈએ દબાણ કર્યું હોય તો તેને નોટીસ આપી સત્વરે દબાણ દૂર કરાવવા માટે જીલ્લા પંચાયત કચેરી-પાલનપુરને આદેશ કર્યો છે. જેના ભાગરૂપે થાવર ગ્રામ પંચાયતનાં તલાટી દ્વારા પ્રથમ નોટિસના ભાગરૂપે અંદાજિત 54 શખ્સોને નોટિસ પણ આપવામાં આવી હતી. સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા જમીનની હદ અને નિશાન નક્કી કરવા માટે જિલ્લાની ડીઆઇએલઆર વિભાગમાં અત્યાર સુધી ત્રણ જેટલા પત્ર લખવામાં આવ્યા છે. જો કે પત્ર લખ્યાને 15 દિવસનો સમય વિતવા આવ્યો હોવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. થાવર ગ્રામ પંચાયતના તલાટી આર.જે.કુરેશીએ જણાવ્યું હતું કે ડીઆઇએલઆર વિભાગ દ્વારા હદ નિશાન નક્કી કરશે. પછી દબાણ દૂર કરાશે.

Leave A Reply

Your email address will not be published.