બનાસકાંઠા જિલ્લાના ધાનેરા કુવારલા ગામની કરિયાણાની દુકાનમાં રાત્રી દરમ્યાન કોઈ અજાણ્યો ઈસમ દુકાનની ઉપરના લોખંડના પતરાના બોલ્ટ ખોલી પતરા ઉંચા કરી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં રાખેલ ગલ્લો ખોલી અંદર પડેલ નોટ તથા પરચુરણ મળી આશરે આઠેક હજાર જેટલી તેમજ નીચેના ડ્રોવરમાંથી વીસેક જેટલા તમાકુના પાઉચનીચોરી કરી ફરાર થયા હોવાની ઘટના સામે આવી છે . જેમાં દુકાન માલિકે અજાણ્યા માણસ વિરૂધ્ધ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે cctv આધારે વધુ તપાસ હાથ ધરી છે .
પોલીસ મથકે ફરિયાદ નોંધવતા અરવિંદભાઈ નાઈએ જણાવ્યું હતું કે , સાંજના આશરે સાડા આઠેક વાગે મારી ઉપરોકત દુકાન બંધ કરી મારા ઘરે ગયેલ અને આજરોજ સવારના નવેક વાગે મારી દુકાનમાં મહેતાજી તરીકે વેલાભાઈ માજીરાણા રાખેલ તેને ખોલેલ અને મારા ઘરે હાજર હતો તે વખતે મારા મહેતાજીનો ફોન આવેલ કે દુકાનમાં એક ગ્રાહક આવતા મેં તેને સમાન આપેલ અને તેને મને પૈસા આપેલ છે પરંતુ ગલ્લામાં તમોએ કેમ કોઈ પૈસા રાખેલ નથી . જેથી મેં કહેલ કે ગલ્લામાં રાત્રે ઘરે જાઉં તે વખતે પૈસા મુકેલ હતા જેથી હું તરતજ મારા ઘરેથી મારી દુકાને ગયેલ અને ગલ્લામાં જઈને જોયેલ તો કોઈ પૈસા ન હતા અને ગલ્લો બિલકુલ ખાલી હતો .
મને શંકા જતા મેં મારા મહેતાજીને કહેલ કે ગલ્લો આખો ભરેલ હતો અને ગલ્લામાં જુદાજુદા દરની નોટ તેમજ પરચુરણ આશરે આઠેક હજાર જેટલી પડેલ હતી જેથી મારી દુકાનમાં ચોરી થયેલ હોય તેમ મને શંકા જતા મેં મારી દુકાનમાં જોયેલ તો કોઈ જગ્યાએ કંઈ થયેલ ન હતું . પરંતુ દુકાનની ઉપર જોતા લોખંડના પતરાના નટ બોલ્ટ ખુલ્લા થયેલ જણાયેલ તેમજ પતરા પણ થોડા ઉંચા થયેલ જણાયેલ જેથી મેં મારી દુકાનમાં લગાવેલ સી.સી.ટી.વી.કેમેરા ચેક કરતા રાત્રી દરમ્યાન એક અજાણ્યો માણસ મારી દુકાનમાં પતરા ઉપરથી દુકાન અંદર આવી મારી દુકાનમાં પડેલ ગલ્લાને ખોલી દુકાનમાંથી પ્લાસ્ટીકની એક થેલી લઈ તેમાં ગલ્લામાંથી પૈસા ભરી ગલ્લા નીચે આવેલ ડ્રોવર ખોલી તેમાંથી જાફરી તમાકુ લઈ તેના ખિસ્સામાં ભરી ફરીથી પતરા ખેસવી બહાર નીકળી ગયેલ હતો . જે સી.સી.ટી.વી.કેમેરામાં જોતા જણાય છે જેથી નીચેના ડ્રોવરમાં જોતા આશરે વીસેક જેટલી જાફરી તમાકુના પાઉચ જે કોઈ અજાણ્યો માણસ લઈ ગયેલ હોય જેની અમોએ શોધખોળ કરેલ મળી આવેલ નહી જે ધાનેરા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે પોલીસ cctv ફૂટેજ આધારે ચોર ઝડપવાની પ્રક્રિયા હાથ ધરી છે .