Publisher Theme
I’m a gamer, always have been.

નવરાત્રી કવિ મહોત્સવ યોજાયો
ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા ઇકાઈ રાજસ્થાન દ્વારા આયોજીત નવરાત્રિ નિમિત્તે ઓનલાઇન કવિ સંમેલન યોજાયું

0 50

૧૦ ઓક્ટોબર ૨૦૨૧ નવરાત્રીપર્વ નિમિત્તે રાજસ્થાન ઇકાઇ ઉપર એક દિવસીય ઓનલાઇન કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ઇકાઇ અધ્યક્ષ શ્રીમતી સ્વાતિ જેસલમેર ઉપસ્થિત રહ્યા હતા નવરાત્રી સ્પેશ્યિલ એટલે કે મહેમાન શ્રી તરીકે માત્ર બેનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું દિલ્હીમાંથી મુખ્ય મહેમાન તરીકે આરતી તિવારી સનત ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ગુજરાતનું ઘરેણું એટલે કેગરબો રાસ તરીકે હિન્દીમાં સંબોધન કર્યું હતું અતીથી વિશેષમાં ગુજરાતમાંથી શ્રીમતી ડોક્ટર પ્રીતિપટેલ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ અધ્યક્ષની કાર્યશૈલીને બિરદાવી હતી સરસ્વતી વંદના ઈકાઇ અધ્યક્ષ શ્રીમતીસ્વાતિ બેધ દ્વારા મહેમાનોનો પરિચય શ્રીમતી પ્રીતિ પરમાર પ્રીત રાષ્ટ્રીય મંત્રી દ્વારા આવકાર અધ્યક્ષ કવિ શૈલેષ વાણીયા શૈલ દ્વારા સુંદર પ્રમાણપત્ર તૈયાર કરનાર કવિ શ્રી શૈલેષ વાણીયા નો આભાર વ્યક્ત કરતા કવિ મિત્રોઓ નવરાત્રીપર્વની અંદર કરાયેલ કાર્યક્રમ ખૂબ જ રસપ્રદ બની રહ્યો જુદા જુદા રાજ્યમાંથીકવિ મિત્રોએ પોતાની રચનાઓ મંચ ઉપર મૂકી હતી રચના વાંચ્યા પછી લોકો તેની સમીક્ષા કરતા સુંદર પ્રતિસાદ મળતો હતો બપોરે 12:00 વાગ્યે શરૂ કરવામાં આવેલો કાર્યક્રમ મોડી રાત સુધી ચાલ્યો હતો મેહમાન શ્રીઓના હાથે કવિમિત્રો ને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા અંતે રાષ્ટ્રગીત સાથે છુટા પડ્યા ભારત માતાની જય.. વંદે માતરમ ના નારા સાથે. વિદાય લીધી.

Leave A Reply

Your email address will not be published.