ઉના અમદાવાદ એસટી માં ભુલાઈ ગયેલો મોબાઈલ બસ કંડકટર દિવ્યેશભાઈ ભાવસિંહ ભાઇ વાળા તેના મુળ માલિકને શોધીને પરત કરી ઉના એસટી ડિવિઝનની પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડયું હતુ
ગીતાબેન એન બારોટ જીલ્લા બ્યુરો ચીફ ગાંઘી નગર
અત્યારના શોર્ટકટ યુગ માં ચોરી લૂંટફાટ કરી કેટલાક લોકો પૈસા કમાવવાનો રસ્તો અપનાવે છે પરંતુ ઉના અમદાવાદ બસ નાં કંડકટર દિવ્યેશભાઈ ભાવસિંહ ભાઇ વાળાએ કળયુગ માં સહાનીય કામ કામગીરી કરી ને ઈમાનદારી જીવતી છે તે દેખાડી દીધી પ્રાપ્ત માહિતી અનુસાર ઉના એસટી ડેપોમાં હાલમાં કંડકટર તરીકે ફરજ બજાવતા ગામ કડોદરા તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ નાં વતની અને હાલમાં ઉના ડેપોમાં કંડકટર માં ફરજ બજાવી રહેલાં દિવ્યેશભાઈ વાળા ને અમદાવાદ ઉના રૂટ માં બસ રાજુલા પોહચી હતી તે દરમિયાન અમદાવાદ થી ઉપડેલી બસ રાજુલા સવારે 4.30 વાગ્યે પહોંચતા દિવ્યેશભાઈ વાળા રાજુલા બસ સ્ટેન્ડ ઉપર પેસેન્જર ગણવા ગયા ત્યારે તેમની નજર સીટ માં મોબાઈલ ઊપર પડી જે મોબાઇલ કોનો છે બાકી પેસેન્જર ને પૂછતા કોઈ એ હા પાડી નહિ જે મોબાઇલ પણ બેટ્રી ડીશ થઈ ચૂક્યો હતો.

જેને દિવ્યેશભાઈ વાળા બેટ્રી ચાર્જ કરીને મોબાઇલ નાં મૂળ માલિકને કૉલ કર્યો જ્યારે મુળ માલીકે બસ કંડકટર ને 5000 રૂપિયા આપવાની પણ ઓફર કરી હતી. પરતું દિવ્યેશભાઈ વાળા મોબાઇલ ને પોતાના કબજામાં લઈ બંધ મોબાઇલ ને ચાર્જ કરી જે મોબાઇલ મૂળ માલિકને શોધી મોબાઈલ ફોન ની ખાતરી કરીને ઉના એસટી ડિવિઝનની પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડયું હતુ.