Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરાને એસટી નિગમ દ્વારા મંગળવારે બે બસ ફાળવવામાં આવી હતી.

0 148

રિપોર્ટર – પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરા ડેપોને બે નવી બસ ફાળવાઈ,એક બસ સુરત, બીજી જુનાગઢ રૂટ પર દોડશે
ધાનેરાને એસટી નિગમ દ્વારા મંગળવારે બે બસ ફાળવવામાં આવી હતી. જેમાં એક બસ 19:30 કલાકે ધાનેરાથી ઉપડી સુરત થઈ ઓલપાડ સવારે 07:30 કલાકે પહોંચશે. જેને ડીસા ડેપો મેનેજરે લીલી ઝંડી આપી હતી.ડીસા ડેપો મેનેજર સોનલબેન પટેલે જણાવ્યુ હતુ કે, નડાબેટ ખાતે થયેલ રજૂઆત પૈકી ધાનેરાને 2 બસો ફાળવવામાં આવેલ છે.જેમાં એક બસ 19:30 કલાકે ધાનેરાથી ઉપડી સુરત થઈ ઓલપાડ સવારે 07:30 કલાકે પહોંચશે.જ્યારે બીજી ખોડાબોર્ડર થી જુનાગઢ વાયા થરાદ, ડીસા થઈ ચાલુ થશે.વધુમાં જણાવ્યુ હતું કે, ધાનેરાથી દ્વારકા નવી બસ પણ ધાનેરા ડેપોને ટૂંક જ સમયમાં આપવામાં આવશે.

Leave A Reply

Your email address will not be published.