બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ખાતે આવેલ પૌરાણિક રાજેશ્વર મહાદેવના મંદિરમાં તારીખ 11 7 2021 ની રાત્રે મંદિરમાંથી ચાંદીનાં સત્તર ની ચોરી થયેલ હતી તેમજ આ મંદિરમાં ચોરી કરનાર ઈસમો દ્વારા મહાદેવજીના મંદિરમાં આવેલા શિવલિંગ સહિત આજુબાજુની જગ્યામાં નુકસાન પહોંચાડેલ હોય જેને લઇ સરહદી વિસ્તારમાં આ મંદિર ચોરીના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. હિન્દુ ધર્મની આસ્થા સમાન પવિત્ર રાજેશ્વર મહાદેવના મંદિરમાં ચોરીની ઘટનાથી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલ પણ ગંભીર નોંધ લઇ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને જિલ્લા પોલીસ વડા દ્વારા સ્થળ ની વિઝીટ કરી આ ચોરીનો ભેદ ઉકેલવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી જેમાં ગઠિત ટીમના ઇન્ચાર્જ એચ પી પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાલનપુરને ખાનગી રાહે હકીકત મળેલ કે અંબાજીની નટ ગેંગ આ ગુનામાં સંડોવાયેલ છે જે હકીકત આધારે જે.બી આચાર્ય પોલીસ ઇન્સ્પેક્ટર અંબાજી સહિત તેમની ટીમ દ્વારા એક આરોપી મણકાભાઈ પુનાભાઈ સોલંકી ને ઝડપી લઇ તેની ઉલટ પૂછપરછ કરતા આરોપી સહિત તેની ટીમના અન્ય સાત શખ્સો મળી આ ગુનો કર્યો હોવાની કબૂલાત કરી હતી તો બીજી તરફ પૂછપરછમાં આરોપી સહિત તેની સાથેના અંબાજી નટ ગેંગના માણસો મળી બનાસકાંઠા જિલ્લા સહિત આજુબાજુના જીલ્લાઓમાં અનેક ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું પણ બહાર આવ્યું છે જેને લઇ વધુ તપાસ અર્થે આરોપીને સુઇગામ પોલીસને સોંપવામાં આવેલ છે ઉલ્લેખનીય છે કે મંદિર ચોરીની ઘટનાએ સરહદી વિસ્તારમાં ચકચાર મચાવી હતી ત્યારે આ મંદિર ચોરીના આરોપી પકડાઈ જતા ધર્મપ્રેમી જનતાએ હાશકારો અનુભવ્યો છે…