યાત્રાધામ અંબાજીમાં તારીખ 4/10/ 2021 ના રોજ ગબ્બર ની પાછળ નદીના પુલ નજીક વિનય રાવલ નામના યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાયેલ હતી જેમાં શરૂઆતમાં આરોપીઓની કોઈપણ કાંઈ ભાળ મળી નહીં પરંતુ અંબાજી પોલીસ, એલસીબી, એસ ઓ જી તેમજ પેરોલ ફર્લો સ્ક્વોડ વગેરે પોલીસની વિવિધ ટીમોએ સતત દોડધામ કરીને સખત મહેનત કરી હત્યાકાંડના આરોપીઓ નું પગેરું મેળવવામાં સફળ રહી છે જેમાં એક આરોપી નામે પ્રવીણભાઈ કાંતિભાઈ ગમાર રહેવાસી બેડા, ખેરફલી ની આજે ધરપકડ કરવામાં આવી હતી અને તેની યુક્તિ પ્રયુક્તિ થી કડક પૂછપરછ કરતા તેણે તથા તેની સાથેના સુરતાભાઈ મુંગિયભાઈ પરમાર તથા બીજા બે અજાણ્યા માણસોએ ભેગા મળી આ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી
એક આરોપીને પકડીને પોલીસ વધુ તપાસ કરી રહી છે અને બીજા બે આરોપીઓને પકડવા માટે તપાસ કરી રહી છે હત્યાનો હેતુ આરોપીઓ એક મહિલાને સાથે દુષ્કર્મ કરવા માંગતા હતા અને મૃતક વિનય રાવલ એની લાજ આબરૂ બચાવવા માટે વચ્ચે પડતાં તેની હત્યા કરાઇ હતી
આ બાબતની માહિતી આજે ડીવાયએસપી સુશીલકુમાર અગ્રવાલે પત્રકારોને આપી હતી