બનાસકાંઠા એલ.સી.બી પોલીસે ગઢ વિસ્તારમાંથી દારૂની ભરેલી I-20 કાર ઝડપી, રૂ. 5.37 લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા એલ.સી.બી પોલીસે ગઢ વિસ્તારમાંથી દારૂની ભરેલી I-20 કાર ઝડપી, રૂ. 5.37 લાખનો મુદ્દામાલ જપ્ત, પોલીસે પીછો કરતાં બુટલેગર ગાડી મૂકીને ફરાર થઇ ગયો
બનાસકાંઠા એલ.સી.બી પોલીસે ગઢ વિસ્તારમાંથી વિદેશી દારૂની 347 નંગ બોટલ સહિત કુલ રૂપિયા 5 લાખ 37 હજારનો મુદ્દામાલ કબ્જે લઈ ગઢ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા એલ.સી.બી પોલીસ ગઢ વિસ્તારમાં પેટ્રોલિંગમાં દરમિયાન ખાનગી રાહે હકીકત મળેલી કે, ડીસા તરફ એક I-20 કાર નંબર (GJ-18-BF-5796)માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ચંડીસર તરફ આવનાર છે જે બાતમી હકીકત આધારે ચંડીસર હાઇવે રોડ પુલ ઉપર પોલીસે વોચ ગોઠવી હતીં.
પોલીસની વોચ દરમિયાન હકિકત વાળી I-20 કારનો પીછો કરતાં ચંડીસર પુલ નીચે I-20 કાર મુકી કારનો ચાલક ગાડી નાસી ગયો હતો. પોલીસે ગાડી જોતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની 347 બોટલ નંગ જેની 1 લાખ 37 હજાર જેટલી કિંમત તથા I-20 કાર સાથે રૂપિયા 5 લાખ 37 હજાર 400નો કુલ મુદ્દામાલ પકડી પાડી ગાડી ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
જયેશ જોશી બનાસકાંઠા

Comments (0)
Add Comment