ડીસા તાલુકાના ટેટોડા ગામ પાસે થી મેફેડ્રોન (M.D.) ડ્રગ્સ સાથે 4 શખ્સો ઝડપાયા.
પોલીસે ડ્રગ્સ ગાડી મોબાઈલ લેપટોપ સહિત ૧૫,૧૧,૭૩૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો
ડીસા તાલુકા પોલીસ ની ટિમ ગઈકાલે વાહન ચેકીંગ માં હતી ત્યારે કંસારી પાસે એક આઈ 10 ગાડી ને રોકાવાનો પ્રયાસ કર્યો હતો જોકે તેના ચાલકે ગાડી ભગાડતા પોલીસે તેનો પીછો કરી ટેટોડા પાસે ગાડી પકડી પાડી હતી અને અંદર તપાસ કરતા ડ્રગ્સ નો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 4 શખ્સો ની અટકાયત કરી 15 લાખ થી વધુનો મુદ્દામાલ જપ્તી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડીસા તાલુકા પીઆઇ એમ જે ચૌધરી ની સૂચના થી ગઈકાલે તાલુકા પોલીસ ની ટિમ પેટ્રોલીગ માં હતી ત્યારે ડીસા તાલુકાના કંસારી ગામ ના ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગમાં હાથ ધર્યું હતું તે દરમ્યાન કંસારી ટોલનાકા તરફથી આવતી એક સફેદ કલરની i10 કારને રોકાવાનો પ્રયાસ કરતા કાર ચાલકે પોતાની કાર ભગાડતા પોલીસે પણ તેનો પીછો કર્યો હતો અને ટેટોડા ગૌશાળા પાસે કારનું આગળનું ટાયર ફાટી જતા તે કાર માં સવાર 4 શખ્સો એ ભાગવાનો પ્રયાસ કર્યો હતો જોકે પોલીસે આ 4 શખ્સો ને ઝડપી પાડ્યા હતા અને ગાડી ની અંદર તપાસ કરતા મેફેડ્રોન (M.D.) ડ્રગ્સ મળી આવ્યું હતું પોલીસે પ્રતિબંધીત મેફેડ્રોન ડ્રગ્સ ૧૧૭.૫૭૦ ગ્રામ જેની કિંમત ૧૧,૭૫,૭૦૦ એક ગાડી લેપટોપ રોકડ રકમ મોબાઇલ ફોન ૪ આમ કુલ ૧૫,૧૧,૭૩૦ નો મુદ્દામાલ જપ્ત કરી ચાર શખ્સો ની અટકાયત કરી તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
આરોપીઓ ના નામ
(૧) ભવરલાલ ભગવાનરામ જાટ રહે.ટામ્પી તા.ચિતલવાણા
(રાજસ્થાન)
(૨) રતનલાલ પ્રેમારામ નાઇ રહે.ડાવલ તા.ચિતલવાણારાજસ્થાન
(૩) હનુમાનરામ જુજારા જાટરહે.ભીમથલ તા.ધોરીમન્ના(રાજસ્થાન)(૪) હનુમાનરામ ભવરારામ જાટ રહે.ભીમથલ તા.ધોરીમન્ના (રાજસ્થાન)