ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ /બિયરની બોટલ નંગ-350/- તથા ઞાડી સાથે કુલ મુદ્દામાલ 4,22,800/- ના મુદૃામાલ સાથે આરોપીને પકડી પાડતી એલ.સી.બી. પાલનપુર
આઈ જી પી બોર્ડર રેન્જ, ભુજ શ્રી જે.આર.મોથલીયા સાહેબ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા
શ્રી એચ.પી. પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી આર.જી. દેસાઈ એલ.સી.બી. પાલનપુર નાઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી
અ.હે.કોન્સ. ઈશ્વરભાઈ, અર્જુનસિંહ તથા પોકો પ્રકાશચંદ્ નાઓ ધાનેરા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મેળવી એક મારુતિ સ્વીફ્ટ ગાડી નં.GJ-05JH-8515 માં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી રાજસ્થાન સુરાવા તરફથી ધાનેરા કોટડા તરફ આવનાર છે જે હકીકત આધારે કોટડા ચાર રસ્તા પાસે ઉપરોક્ત બાતમી વાળી ગાડી ની વોચ તપાસમાં હતા તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા ગાડી ને રોકાવા જતા ગાડીના ચાલકે ગાડી પાછી રાજસ્થાન તરફ ભગાડતા મગરાવા ચાર રસ્તા પાસે ટ્રેકટર વડે આડસ કરી ગાડી ને તેના ચાલક સાથે પકડી પાડેલ અને સ્વીફ્ટ ગાડી નં.GJ-05JH-8515 માં ભારતીય બનાવટના વિદેશી દારૂ ,બીયર બોટલ નંગ-305/- કિ.રૂ.1,21,800/-તથા ગાડીની કિ.રૂ.3,00,000/-એમ કુલ મુદામાલ કિ.રૂ.4,21,800/-ના મુદ્દામાલ મળી આવતા ગાડીના ચાલક જગદીશભાઈ બાબુભાઈ વિશ્નોઈ રહે સાંકડ તા સાચોર રાજસ્થાન વાળાને પકડી માલ ભરાવનાર હિતેશભાઈ પ્રભુજી ચૌધરી રહે સાચોર વાળાઓ વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ધાનેરા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.