ધાનેરાના શેરા ગામ નજીક ગાડીમાં આગ લાગી, સદનસીબે ચાલકનો જીવ બચ્યો

ધાનેરા તાલુકામાં સેરા ગામ નજીક ગાડીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં ધાનેરાથી શેરા ગામ તરફથી જતાં મુખ્ય માર્ગ પર અચાનક આગ લાગતાં અફરાતફરી મચી હતી. સદનસીબે મોટી જાનહાની ટળી હતી.

ગાડી ચાલક સમય સૂચકતા દાખવી ગાડીમાંથી નીચે ઉતરી ગયો.
બનાસકાંઠા જિલ્લામાં વધુ એક વખત ગાડીમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો છે. જેમાં ધાનેરા તાલુકાના શેરા ગામ નજીક એક ગાડી ચાલક પોતાની ગાડી લઈ પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન અચાનક ગાડીમાં આગ લાગી હતી. જેમાં ચાલકની સમય સૂચકતાના કારણે ગાડી રોડની સાઈડમાં કરી નીચે ઉતરી ગયા હતા. જોકે, જોત જોતામાં ગાડીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આગના ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. જેથી સ્થાનિક લોકો દોડી પહોંચ્યા હતા.

ગાડી માલિકને મોટું નુકસાન પહોંચ્યું

રોડ વચ્ચે ગાડીમાં આગ લાગવાના કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી. સ્થાનિક લોકો દ્વારા આગ બુજાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આગ બનાવમાં સદનસીબે મોટી જાનહાની ટળી હતી, પરંતુ ગાડી માલિકને મોટું નુકસાન પહોંચ્યું હતું.

Comments (0)
Add Comment