અંબાજી ની નંબર વન કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલમાં જન્માષ્ટમી નો પર્વ ધામધૂમથી ઉજવાયો

રિપોર્ટર – પિયુષ પ્રજાપતિ બૌદ્ધિક ભારત દાંતા

શક્તિપીઠ અંબાજી ગુજરાતનુ સૌથી મોટુ શક્તિપીઠ છે. અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી ખાતે ઘણી બધી શાળાઓ આવેલી છે. અંબાજી મૈત્રી અંબે સોસાયટીમાં આવેલી કિડસ ગાર્ડન જુનિયર સ્કૂલ છેલ્લાં ઘણાં વર્ષોથી સુંદર કામગીરી કરે છે. હિન્દી સંસ્કૃતિના તમામ તહેવારો પણ શાળામાં ઉજવાય છે જેમાં શાળાના નાના નાના બાળકો પણ ભાગ લે છે. કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલમાં જન્માષ્ટમી નો ઉત્સવ ખૂબજ ધૂમધામથી ઉજવાયો. આ કાર્યક્રમ માં શાળાના નાના નાના બાળકોએ રાધા કૃષ્ણની વેશભૂષામા આવ્યા. શાળાના શિક્ષકોએ નાના છોકરાઓને શીખવ્યું કે કઈ રીતે કૃષ્ણ ભગવાને બૂરાઈનો અંત કરવા ધરતી પર જન્મ લીધો. આ કાર્યક્રમના સમયે અમે કૃષ્ણ અને સુદામાની મિત્રતા નું નાટક ની રજૂઆત કરી આ કાર્યક્રમ માં સમજાવ્યું અને અંતમા નાના બાળકો દ્વારા માટલી ફોડીને આ કાર્યકમ નો આનંદ ઉઠાવ્યો . શાળા દ્વારા સુદામા કૃષ્ણને મિત્રતાનું નાટક દર્શાવવામાં આવ્યું નાના બાળકો દ્વારા જે પાંચ વર્ષ સુધીની ઉંમરના હતા. શાળાના આચાર્ય પૂજા મેડમની કામગીરી અને તમામ ટીચરની કામગીરી સારી રહી હતી.જન્માષ્ટમીના કાર્યક્રમમાં ધારા મેમ, શ્વેતા મેમ, સુનીતા મેમ, કુસુમ મેમ, સુમન મેમ, અસ્મિતા મેમ, ગાયત્રી મેમ અને મીના મેમ સહિત સમગ્ર સ્ટાફ તરફથી સુંદર કામગીરી કરવામાં આવી હતી અને જ્યારથી આ શાળામા પ્રિન્સિપાલ તરીકે પુજા મેમ આવ્યા છે,ત્યારથી આ કીડ્સ સ્કૂલ અંબાજી મા નંબર વન સ્કૂલ બની છે

Comments (0)
Add Comment