ધાનેરા તાલુકાના ના શેરા ગામ પાસે માર્ગ સંરક્ષણ દિવાલ ના કામ અંગે ઉઠ્યા સવાલો

ધાનેરા તાલુકાના શેરા થી રામપુરા મોટા ગામ ને જોડતા માર્ગ પર બની રહેલી પુર સંરક્ષણની દીવાલ માત્ર નામ પૂરતા લોખંડ ના સળિયા ગોઠવી હલકી ગુણવત્તા નું બાંધકામ થઈ રહ્યા ની રાવ ઉઠી છે. આ દીવાલ પાણી ના વહેણ ને રોકી શકશે તેવા સવાલો ઉભા થયા છે. સિમેન્ટ ની જગ્યાએ રેત નો ઉપયોગ વધારે થાય છે અને સળિયા નું પ્રમાણ માત્ર 20ટકા જેટલું હોવાના કારણે નજીવા વરસાદ માં દીવાલો ધોવાઈ જતી હોવા ની રાવ સાથે સ્થાનિક જેસુંગભાઇ પટેલે માર્ગ પર પુર સંરક્ષણ દીવાલની બાંધકામ ની ચકાસણી કરવા માંગ કરાઇ છે.

Comments (0)
Add Comment