ધાનેરામાં અચાનક આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો

ધાનેરા તાલુકામાં આવેલી લાઇબ્રેરી ચોક ની નજીકમાં શ્રી મહાકાળી જ્વેલર્સ માં અચાનક ગેસનો બાટલો લીક થવાથી આગ લાગી હતી અચાનક આગ લાગતા લોકોમાં ભય નો માહોલ જોવા મળ્યો હતો. કૈલાશભાઈ સોની, હરજીભાઈ સોની, ચંદ્રકાંતભાઈ સોની જેમની દુકાનોમાં ભારે નુકસાન થયું. તેમજ તેમની આજુબાજુમાં આવેલી દુકાનો તેમજ તેમની દુકાનના ઉપર જગદંબા ટેલર અને બાજુમાં આવેલી કિરાણા ની દુકાન તેમજ તેમની દુકાનની આગળ ઊભા રહેતા વાહનો ને નુકસાન પહોંચ્યું હતું .અચાનક આગ લાગતા જ કૈલાશભાઈ સોની એ ફાયર બ્રિગેડ ની ટીમ બોલાવતા આ કાબુમાં મેળવી લીધી હતી

Comments (0)
Add Comment