હું આવીશ

વાયરામાં વ્હાલ બનીને હું આવીશ,

ફૂલડાંની ફોરમ બનીને હું આવીશ,

પંખીનો કલશોર બનીને હું આવીશ,

કે સંધ્યાનો સાજ સજીને હું આવીશ,

મેઘધનુષનાં રંગ બનીને હું આવીશ,

નદીનું મીઠું સંગીત બનીને હું આવીશ,

તું કાનો બનીને બાંસુરીનાં સૂર છેડીશ,

તો હું રાધા બનીને દોડતી આવીશ.

તું ખુલ્લી આંખે મારી રાહ જોતી રહીશ,

ને હું બંધ આંખોમાં સપનું બનીને આવીશ.

નીતા જાટકિયા 🌹

Comments (0)
Add Comment