છુપાઈ જઈશ
છુપાઈ જઈશ તું ચાંદ શરમથી,જ્યારે જોઈશ મુખામ્બુજ મારી પ્રિયાનું.મૂક હવે તો વાદળ જોડે સંતાકૂકડી રમવાનું,લજાઈશ તું ને મલકાઈશ હું, છાનું – છાનું .લપાતો છુપાતો ન નિહાળ મને શંકાથી, નથી કાંઈ તારાથી મારે ગુપ્ત રાખવાનું, સંકેત પ્રિયા-આગમનનો તું મને આપજે,પણ સમ તને મારા ચાંદ, તેનું મુખ ના નિહાળજે. જો તને આવશે મૂર્છા તો જગને ભારી પડવાનું,કહે, કલ્પનામાં કવિઓએ પછી, નામ કોનું લખવાનું??
-ભગવતી પંચમતીયા ‘રોશની’