*શબ્દોની હરીફાઈ**
ઓળખ નં.:- 005
*ક્રમાંક :- ૧૪૩૬
શબ્દ :- નવરાત્રી
*પ્રકાર :- હાઈકુ**
તારીખ:-૭-૧૦-૨૦૨૧*
~~~~~~~~~~~~~
વિરાટ ગોખે
બીરાજે જગદંબા
આપો આશિષ
વિશ્વ વંદના
ગુજરાતણ માથે
ગરબો ઘૂમે
નારી આદર
સ્મરું હું તને ત્યારે
નોરતાં આવ્યાં
ગરબો વેચું
પહોંચનો પ્રસાદ
વેપાર કેવો ?
પૂજો ગમે તે
કાલી કે દૂર્ગાદેવી
શુદ્ધ ભાવથી
દૂહાને છંદ
અસલ છે સંસ્કૃતિ
ગરબા ફિલ્મી
જોઈ સંસ્કૃતિ
પ્રલોભાય વિદેશી
વિકૃતિ દેશો ?
ભક્તિના નામે
છળે નવ યૌવન
દાંડિયા લઈ
ધૂમ મચાવે
ડિસ્કો ગરબા પાર્ટી
નોરતાં નામે –
*ડૉ.બળવંત વ્યાસ*
*સુરેન્દ્રનગર*