ડીસા તાલુકાની વરનોડા સી. આર. સીની સોલંકીવાસ જેનાલ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અશ્વિનસિંહ લક્ષ્મણસિંહ સોલંકીનું ૫'સપ્ટેબર-૨૦૨૧, શિક્ષક દિન નિમિત્તે ડૉ. યાદવેન્દ્રનાથ મૈમોરિયલ ટ્રસ્ટ દ્વારા - ઉત્તરાખંડ દ્વારા' ટીચર્સ આઈકોન એવોર્ડ - ૨૦૨૧' આપી સન્માન કરવામાં આવ્યું હતું. ડૉ. યાદવેન્દ્રનાથ મૈમોરિયલ ટ્રસ્ટ - ઉત્તરાખંડ દ્વારા સંચાલિત સરકારી શિક્ષકો માટેનું એક અભિયાન 'ઉદઘોષ' છે. જેના દ્વારા શિક્ષક દિને વર્ચ્યુઅલ ટીચર એવોર્ડ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં વરનોડા સી. આર. સીની સોલંકીવાસ જેનાલ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અશ્વિનસિંહ લક્ષ્મણસિંહ સોલંકીનું 'ટીચર્સ આઈકોન એવોર્ડ - ૨૦૨૧' થી સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે કરેલ ઉત્કૃષ્ટ કામગીરી, કોવિડ - ૧૯ દરમિયાન આપેલ વર્ચ્યુઅલ ક્લાસ, શિક્ષણમાં કરેલ નવતર પ્રયોગ, શિક્ષણ ક્ષેત્રે કરેલ રચનાત્મક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ વગેરેને ધ્યાનમાં રાખીને આ સન્માન આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત દેશના વિવિધ રાજ્યોના ૩૩૭ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. અશ્વિનસિંહ લક્ષ્મણસિંહ સોલંકીએ શિક્ષક દિન નિમિત્તે 'ટીચર્સ આઈકોન એવોર્ડ - ૨૦૨૧' નું સન્માન મેળવી બનાસકાંઠા જિલ્લા સાથે ગુજરાત રાજ્ય અને ભારત દેશનું ગૌરવ વધાર્યું છે.