દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ની શ્રી આર.એચ.મહેતા વિદ્યાલય માક્ડી માં ડૉ.સર્વપલ્લી રાધકૃષ્ણનની યાદમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી.જેમાં શાળાના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થી ભાઇ બહેનો એ સમગ્ર દિવસ દરમિયાન શિક્ષક બનીને શાળામા શિક્ષણકાર્ય કર્યું હતું.આચાર્ય,શિક્ષક,ક્લાર્ક અને પટાવાળાની તમામ જવાબદારીઓ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ખુબજ સુંદર રીતે નિભાવી હતી ,શાળાના આચાર્ય તરીકે પરમાર અર્ચનાબેન પી.એ પોતાની જવાબદારી ખુબજ સુંદર રીતે નિભાવી હતી.બપોરની રિશેસ દરમિયાન શાળાના ફૂલ 450 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોને શાળામા નવનિયુક્ત શિક્ષણ સહાયક એવા શ્રી અશ્વિનભાઈ પટેલ તથા શ્રી સાગરભાઇ પઢિયાર તરફ થી નાસ્તાનું અને ઈનામ નું આયોજન કરવામાં આવેલ હતું સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવા બદલ શાળાના આચાર્ય શ્રી ડૉ.રાકેશ કે.પ્રજાપતિએ સમગ્ર સ્ટાફ તથા વિદ્યાર્થી ભાઈ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.