મે સાંભળ્યુ અને હું ભૂલી ગયો. મે જોયુ અને મને યાદ રહ્યુ પરંતુ મે જાતે કર્યું અને હું શીખ્યો.
પ્રાયોગિક કાર્ય એ અર્થપૂર્ણ પ્રવૃત્તિઓની વ્યવહારિક એકમ છે એ સિદ્ધાંત મુજબ બાકળિયા પ્રાથમિક શાળામા શાળા પંચાયતની ચૂંટણી યોજવામાં આવી.જેમાં શાળામાંથી 9 બાળકોએ ભાગ લીધો હતો
જેમાં સૌથી વધુ મત મેળવી પરમાર દિવ્યાબેન સરવતસિંહ શાળા પંચાયતના જી.એસ બન્યા આજની EVM દ્વારા થતી તાજેતરની લોકશાહી ચૂંટણી પદ્ધતિથી બાળકો વાકેફ થયા અને જેનાથી ધોરણ 6 થી 8 અભ્યાસ કરતા બાળકોના સામાજિક વિજ્ઞાન વિષયમાં એક અધ્યયન ક્ષમતા લોકશાહીમાં ચૂંટણીની પ્રક્રિયા ની સાચી સમજ મળી બાળકોને ખુબ જ મજા આવી
આ સમગ્ર શાળા પંચાયતની ચૂંટણી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ચૂંટણીના સ્ટાફ તરીકેની ભૂમિકા ભજવી.આ શાળા પંચાયતની ચૂંટણી માં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને અને વિજેતા ઉમેદવારને શાળાના આચાર્યશ્રી દિનેશકુમાર એસ પરમાર અને સમગ્ર સ્ટાફ દ્વારા ખુબ ખુબ અભિનંદન આપવામાં આવ્યાં.