વિશ્વમાં કોરોના મહામારી ના કારણે અનેક તહેવારો મોકૂફ રાખવામાં આવ્યા હતા ત્યારે નવરાત્રી જેવાં પર્વ તહેવાર મોકૂફ રાખવાથી ગરબે ઘૂમતા અનેક ઉત્સાહી લોકોમાં ઉદાશી છવાયેલી જોવા મળતી હતી પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણ માં ઘટાડો થતાં જો કે સરકારી શ્રી દ્વારા અમુક માત્રામાં નવરાત્રી યોજાય તે માટે ગામડાઓમાં નવરાત્રી અંગે છૂટછાટ આપવામાં આવી હતી જેને લઈને આ વર્ષે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો….ત્યારે પાલનપુર તાલુકાના મલાણા ગામે શ્રી ચામુંડા ઠાકોર યુવક મંડળ દ્વારા નવરાત્રી નિમિતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવરાત્રી ની શરૂઆત થી લઈને દશેરા સુધી લોકોએ અનેરો આનંદ માણ્યો હતો… તેમજ દશેરા નિમિતે ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી જેમાં ગામના અનેક લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.દશેરાના દિવસે ભવ્ય શોભાયાત્રા કાઢી ને ચામુંડા માતાના મંદિરે ગરબો મૂકીને આ નવલી નવરાત્રિ ની શાંતિપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી હતી…