ક્રમાંક : ૧૪૩૬
ક્રમાંક : 041
પ્રકાર : લાઘવીકા
વિષય : નવરાત્રી
” આફરડી ઉટકશે..નવી નવાઇ થોડી કરે છે. ” ખંધુ હાસ્ય વધુ ગંદુ લાગ્યું.. સગર્ભા વહુ આખા દિવસનો ઢસરડો કરી સખત થાકી ત્યારે… ઢગલો વાસણ વધુ ખડકાયા….
” અરે ! શું કરો છો માસી, આવવું નથી નીચે નવરાત્રિની તૈયારી થઈ રહી છે.તમારા વગર બધું અધૂરું…” પડોશણ બોલાવી ગઈ.
તે તેની ભક્તિના લીધે પ્રખ્યાત હતી ને એટલે…
શ્રદ્ધા ભટ્ટ વાપી