શબ્દોની હરીફાઈ – મીરાં ડી વ્યાસ રાજકોટ

શબ્દોની હરિફાઇ
ક્રમાંક :1435
ઓળખપત્ર નંબર :109
શબ્દ :નવરાત્રી.
પ્રકાર : ગદ્ય વાર્તા.

નેહા આમ તો ખુબજ અલ્લડ અને બિન્ધાસ
પોતાની મસ્તીમાં હંમેશા
રહેવા વાળી હતી દેખાવે
પણ સુંદર હતી મોટી મોટી ભરાવદાર આંખો , રૂપાળી
અને એકદમ લાગણીશીલ યુવતી હતી.
તેના પિતાની લાડકવાયી દીકરી હતી એટલે પપ્પા તેને પોતાની જેમ શિક્ષક
બનાવા ઇરછતા હતા એ
નેહાને કોઈ દિવસ રોક ટોક કરતા નહી પરંતુ નેહાને
ભણવાનો શોખ હતો જ નહી મુસીબતે દસ ધોરણ સુધી અભ્યાસ કર્યો પછી મમ્મીને ઘરમાં ઇતર પ્રવૃત્તિમાં મદદરૂપ થતી
પરંતુ વધારે તો બહારના
કામકાજ સંભાળતી આમ પાછી ચંચળ બહુ હોવાથી
ઘરમાં બંધાઈને રહેવુ મંજુર નહોતુ એકદમ મુકતમને વિહાર કરવો ગમતો વિચારથી પણ ફ્રી હતી મમ્મી કિરણબેન ઘણી વખત લાડથી કહેતા કે
મારી દીકરી કયારે મોટી થશે? ત્યારે નેહા બોલી કે મમ્મી મારે મોટા નથી થવુ. મારે તો કાલની નવરાત્રી રમવાની તૈયારી કરવી છે.
નવરાત્રી નેહાનો સૌથી
વધુ મનગમતો તહેવાર હતો.

આમ તો નયન નેહા સાથે જ ભણતા બંને મિત્રો હતા
નયન ભણવામાં ખૂબજ હોશિયાર હતો એટલે તેને
કોમ્પ્યુટર એન્જિનિયરનું. ભણવા માટે ચેન્નાઈ મૂકયો હતો નયનના ગયા પછી તેના મમ્મી ,પપ્પા અને
નાની બહેન સપના બધા
રાજકોટ છોડીને અમદાવાદ શિફ્ટ થઈ ગયા હતા.

નયન દર વર્ષે નવરાત્રીની રજામાં ગુજરાતના ગરબા રમવા માટે આવતો મમ્મી, પપ્પા અને બહેન સાથે રહેતો અમદાવાદ આવીને
મિત્રોને મળતો “ચા” પાર્ટી કરતો રજાની મજા લેતો.
આ વખતે નયનના મામાની દીકરાની સગાઈ હોવાથી બધા રાજકોટ જવાના હતા પરંતુ નયનને રાજકોટ બિલકુલ પસંદ નથી એને તો અમદાવાદ
રોકાવવુ હતુ જુના મિત્રો ને
મળવુ હતુ નયન ના કહે છે કે મારે અહીં નવરાત્રી કરવી છે મારા મિત્રો સાથે
ગરબા રમવા જવુ છે.
પરંતુ પપ્પાએ કડક અવાજે સુચન કર્યુ કે આપણે રાજકોટ જવાનુ છે! પ્રસંગમાં તો હાજરી આપવી જોઈએ બધાએ અને નયન તૈયાર થઈ ગયો ઈરછા નહોતી તો પણ પપ્પાની વાત માની લીધી સાંજે બધા રાજકોટ પહોંચી ગયા ઘરે જઈને નયન આંટો મારવા માટે નીકળે છે કે લાવ જોઉ તો ખરા
લોકડાઉનના કારણે શેરી ગરબા કેવા થાય છે?

નયન ગરબી જોવા જાય છે તો છેલ છબીલી ગુજરાતણ નેહાને જોઈ જ રહ્યો નેહાના
શરીરની લચક અને કમરના વળાંક જોતો જ રહી ગયો નયને છોકરી ઓતો ઘણી જોઈ હતી પરંતુ નેહા તેના દિલમાં વસી ગઈ હતી .
આમનમ નેહા સામુ જોઈ જ રહે છે ત્યારે રમતા રમતા નેહાએ પણ નયન સામે જોયુ અને શરમથી લાલ થઈ ગઈ .ગરબા પૂરા થયા પછી ઓળખ થઇ બંનેની.
આ રોજનો ક્રમ થઇ ગયો હતો. નેહા નયન સાથે જ
ગરબા રમવા આવતી અને નયનને પણ ખેંચી જાતી
રમવા માટે બંને જણા આંખો માં આંખ પરોવીને રમે છે અને વાતો પણ કરે છે થોડીવાર થાય છે ત્યાં નેહા બોલી ચાલને નયન
આપણે અંબાજી માના દર્શન કરી આવીએ અને
ત્યાં શાંતિથી બેસીને વાતો કરશુ નયન નેહા સાથે મા ના દર્શન કરવા માટે જાય છે તો નેહા બોલી નયન તને ખબર છે દર નવરાત્રી
એ અંબાજી મા ને શણગાર ચઢાવુ છુ કોરુ કંકુ. ચૂડલી,
ઝાંઝર અને મને ગમતા કલરની લાલ કસુંબલ રંગની ચુંદડી ચઢાવુ છુ.
તો નયન કહે હું તો મંદિર બહુ ઓછો જાવ છુ પણ
તે મને ભક્તિના રંગમાં રંગી દીધો એટલે રોજ રોજ
મંદિર આવતો થયો તને મળવા માટે તો” નેહા નયન સામે જોઈને બોલી
નયન આવતા વર્ષે તું જયાં હોય ત્યાંથી શરદપૂર્ણિમાની રાતે મને મળવા માટે આવવાનુ તે દિવસે તું અને હું આપણે બે જ બીજુ કોઈ નહી આપણે ચંદ્રની શીતળતા માણશુ વાતો કરશુ આ અંબાજી મા ના મંદિરના ગ્રાઉન્ડમાં આપણે મળશુ.
થોડા સમય માટે નયન ચૂપ થઈ જાય છે કંઈ પણ
જવાબ નથી આપતો તો
નેહા આતુરતાથી પૂછે છે
બોલને નયન આવીશ ને?
હું તારી રાહ જોઈશ !
નયન બોલ્યો હા તો નેહાનીં આંખોએ શ્રાવણ ભાદરવા જેમ વહેવા લાગી.
તો નયને પોતાનો ગુલાબી રંગનો રૂમાલ નેહાને આંખો લુછવા માટે આપ્યો નેહા
આંખો લુછતા બોલી કે નયન આપણે બહુ ઓછા સમયમાં એક બીજાને પ્રેમ કરીને લાગણીનાં તાંતણે
બંધાઈ ગયા નયન હા કહે છે અને “બોલ્યો કે સાંભળ
મારે કાલે જવાનુ છે મમ્મી પપ્પા સાથે અમદાવાદ
તો નેહા બોલી રડતા રડતા કે નયન તારા વિના હું કેમ રહીશ? તું અહીં જ રોકાઈજા શરદપૂર્ણિમા પછી બીજા દિવસે જતો રહે જે. નયન માની જાયછે અને
ઘરે જઇને મમ્મીને કહી દીધુ કે હું રોકાવ છુ નવરાત્રી પુરી કરીને આવીશ એટલે તેના પપ્પા બોલ્યા કે રાજકોટ આવવુ ગમતુ નહોતુ અને હવે રોકાવવાની વાત કરે છે ત્યાં જ નયનની નાની બહેન “સપના આવી અને
મજાક કરતા બોલી “
ભાઈ શું વાત છે? રંગીલા રાજકોટની કોઈ રંગીલી
ગોરી તને ગમી ગઈ કે શું?
ત્યારે નયન કહે છે કે ના એવુ કશુ નથી.

બીજા દિવસે નેહા ચણીયાચોળી પહેરીને સહિયરો જોડે આવી આમ તેમ નજર ફેરવે છે પણ
નયન નથી દેખાતો ત્યાં જ
દરવાજામાં સુંદર કેડીયુ અને ચોરણી ગામઠી પોષાક પહેરીને નયન
આવ્યો નેહા તો ખુશખુશાલ થઈ ગઈ અને બોલી આજની રાત આપણી બંને શાંતિથી બેસી વાતો કરીએ બની શકે તો આવતી નવરાત્રી અને શરદપૂર્ણિમાએ તું વહેલા આવી જાજે હું રાહ જોઈશ!
નયન બોલ્યો હા જરૂર મેડમ તમે કહેશો એમ નહી કરુ પણ તને લગ્ન કરીને તેડી જઇશ !નેહાએ રડતા રડતા નયનને વિદાય કર્યો અને રાહ જોતી રહે છે.

પરંતુ નયન વાયદા મુજબ પહોંચી શકયો નહી અને
નેહાના પપ્પા બિમાર હોવાથી નેહાના લગ્ન
કરાવી દીધા નેહાની ના હોવા છતા પારસ સાથે હા કહી દીધી અને લગ્ન કરી
વિદાય લીધી.
પારસ એટલો બધો પ્રેમ કરે છે કે નેહાને કે પાણી માગે તો દૂધ આપે પરંતુ બિઝનેસના કારણે નેહાને સમય આપી શકતો નથી.

આમનમ નવરાત્રી આવી ગઇ પણ હવે નેહાને રમવાનો શોખ નથી હરખથી ઘરમાં માતાજીની સ્થાપના કરી ભાઈ ભરી ભક્તિ કરે છે અને ગરબા ગાય છે, શરદપૂર્ણિમાએ
અગાશી પર ચંદ્રને જોઈને
વિચાર કરે છે કે નયનને
શરદપૂર્ણિમા એ મળવા માટે કહ્યુ છે હવે તેને શરદપૂર્ણિમા નો ચંદ્ર પણ જોવો ગમતો નથી એકાંતની આગ દઝાડે છે. દિલના એક ખુણે ખાલીપો ખખડે છે,
પોતાના મનની વેદના કોઈને કહી શકતી નથી .

મીરાં ડી વ્યાસ
રાજકોટ

Comments (0)
Add Comment