ભારતી ત્રિવેદી દવે. સુરેન્દ્રનગર.
ID no – 85
ક્રમાંક – 1436
શબ્દ – નવરાત્રી
પ્રકાર – ગરબો
શીર્ષક :- માની ચૂંદડી નવરંગી
મારી અંબેમાની ચૂંદલડી નવરંગી
નવરંગી રે ભાઈ નવરંગી,
મારી અંબેમાની ચૂંદલડી નવરંગી….
ચમકે આભે જેમ ચાંદલડી,
એવી ચમકે અંબેમાની ચૂંદલડી…..
નવરંગી ચૂંદડી ઓઢી નિસર્યા અંબેમા,
બહુચર ચામુંડાને સાથે રે લીધાં,
રાસે રમે છે સૌ સાહેલડી,
મારી અંબેમાની ચૂંદલડી નવરંગી….
સોનાનો ગરબો માએ શિરે રે ધર્યો,
પૃથ્વીનો ગોળો માએ ફરતો રે કર્યો,
આખી દુનિયા રમે છે રાસલડી,
મારી અંબેમાની ચૂંદલડી નવરંગી….
વિષય વિકારનો માડી કરજે સંહાર તું,
બાળા ગૌરીની મા કરજે સહાય તું,
પકડી લેજે તું એની બાવલડી,
મારી અંબેમાની ચૂંદલડી નવરંગી….
ગરબો માડી તારો નવખંડમાં ગાજતો,
નાદ એનો મારાં કાને સંભળાતો,
થાકે જોતાં ન મારી આંખલડી,
મારી અંબેમાની ચૂંદલડી નવરંગી….
નવરંગી રે ભાઈ નવરંગી,
મારી અંબેમાની ચૂંદલડી નવરંગી…..
ભારતી ત્રિવેદી દવે.
સુરેન્દ્રનગર.