ભાવના ભટ્ટ અમદાવાદ..
ઓળખ નં :- ૦૨૭
ક્રમાંક :- ૧૪૩૬
શબ્દ :- નવરાત્રી
પ્રકાર :- મૌલિક રચના, પદ્ય
તારીખ :- ૭-૧૦-૨૦૨૧
આસોના નોરતાં ૭-૧૦-૨૦૨૧
આસો માસના નોરતાં આવ્યાં રે,
દેવીઓ ચાચરચોકમાં ઘૂમે છે.
નવદુર્ગા સોળ શણગારમાં રમે રે,
ચેહર મા શૈલપુત્રી સાથે રમે રે.
પહેલું નોરતું ઉમંગભેર ઉજવાય રે
ઘેર ઘેર આરતી, પૂજન થાય છે રે.
ભાવના આવડે એવાં ગુણ ગાય,
નવદુર્ગા ભક્તો પર પ્રસન્ન થાય.
આસોના નોરતાં રંગેચંગે થાય છે,
શેરીએ શેરીએ ગરબા ગવાય છે.
નવરાત્રી મહોત્સવ ઉજવાય રે,
ભક્તિ નું ઘોડાપૂર ઉમટી પડે રે.
કોપી આરક્ષિત ©
ભાવના ભટ્ટ અમદાવાદ..