ભાર્ગવી પંડ્યા ભુજ કચ્છ
પ્રતિયોગિતા ક્રમાંક – 1436
ઓળખ નંબર – 122
તારીખ -7/10/2021
શબ્દ – નવરાત્રી
પ્રકાર – પદ્ય મૌલિક
આસો સુદ એકમ એટલે નવરાત્રી પ્રારંભ,
હિન્દુઓ દ્વારા ઘટસ્થાપન અને પૂજા અર્ચનાનો દિન..
નવરાત્રી એ દેવી દુર્ગાનાં ઉત્સવનું પ્રતીક છે,
જે દેવીને શક્તિ સ્વરૂપે વ્યક્ત કરે છે..
રૂમઝૂમ કરતી બાળ સ્વરૂપે આવતી માડી,
શીખ લઇ આનો આનંદ માણતી સખી..
આઠમ/નોમનાં દિવસે કુમારિકાને ભોજન કરાવાય,
યથા શક્તિ મુજબ એમને દક્ષિણા અપાય છે..
જે કરે માં નું શ્રદ્ધા – ભાવથી પૂજન,
તેનાં સઘળે પાપોનું થાય નાશ..
નવરાત્રીપછીનો બીજો દિવસ એ દશેરા,
એટલે એને વિજયાદશમી પણ કહેવાય..