શબ્દોની હરિફાઈ

અવની શિવાંગ દવે

ઓળખ ક્રમ : ૦૫૧
રચના ક્રમ : ૧૪૩૬
શબ્દ : નવરાત્રી (૭/૧૦/૨૧)
પ્રકાર : પદ્ય – ગરબો
શીર્ષક: આવી નવરાત્રી

આવી નવ…નવ… નવરાત્રી એવી રે,
કાળમુખો કોરોના ભક્તોને ભરખે રે.

ગરબો કોરાવો, કરો માતાજીને અરજી રે,
હવે તો જાય કોરોના,કરવી મન મરજી રે.

ગરબે ઘુમવા મારા પગ થનગને છે માડી રે,
ઘાતક કોરોના બન્યો ખેલૈયા માટે આફત રે.

રૂમઝુમ રૂમઝુમ કરતી નવલી નવરાત્રી આવી રે,
ગુમસુમ બેઠા પગ મારા ગરબે ઘુમવા તડપે રે.

કરો કોઈ ચમત્કાર ઓ….મારી અંબા માવડી રે,
વિનવું હું અંતરમનથી મારી માડી તમે સંભાળો રે.

Comments (0)
Add Comment