શબ્દોની હરીફાઈ દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર

શબ્દોની હરીફાઈ
ઓળખપત્ર નં:15
ક્રમાંક:1436
પ્રકાર:પદ્ય ગરબો
વિષય:નવરાત્રિ


આસો સુદ અજવાળી રે મા,આંગણે પધારો મા ઉમંગ ધરી.
આવી નવ નવ દિન નવરાત્રિ રે મા,આંગણે પધારો મા ઉમંગ ધરી.

શેરી વળાવીને મેં તો સજ કરી છે ,
કુમકુમ સાથિયા પૂર્યા છે મેં તો હરખ ધરીને ,
ફૂલડાં વેરાવી મા જોઉં વાટ તારી,આંગણે પધારો મા ઉમંગ ધરી.

બાળક જાણીને મા આશિષ આપોને,
અજ્ઞાની જાણીને મા ખમા કરોને,
ગુણલાં ગાઉં ને પાય લાગું લળી,આંગણે પધારો મા ઉમંગ ધરી.

અંબા-બહુચર બેની સંગાથે આવજો,
સાતેય સહિયરોને સંગાથે લાવજો,
રૂમઝુમ આવો મા શણગારી માંડવડી,આંગણે પધારો મા ઉમંગ ધરી.

હૈયાના હેતથી મા આપને વધાવું,
કાલાવાલા કરી મા તારા ગુણલાં ગાઉં.
પ્રેમે પધરાવું મા,તું છો મમતાળી,આંગણે પધારો મા ઉમંગ ધરી.

દેવીબેન વ્યાસ-વસુધા-સુરેન્દ્રનગર

Comments (0)
Add Comment